મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કરાવ્યો કોરોના ટેસ્ટ: રીપોર્ટ નેગેટીવ આવ્યો

ટેસ્ટથી ગભરાવાની જરૂર નથી: વિજયભાઇ રૂપાણી

રાજયમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણના પગલે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. અને તેઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. વધુમાં વધુ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે અને વધુમાં આ અંગે તેમણે જણાવ્યુ છે કે ‘ટેસ્ટથી ગભરાવાની જરૂર નથી, બધા કરાવે છે હું પણ કરાવું છું. મુખ્યમંત્રીએ રાજયના વધુમાં વધુ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. આ સાથે તેમણે ઉમેયુ હતુ કે સંક્રમણ અટકાવવા તથા લોકો જાગૃતિ લાવવા ટેસ્ટ કરાવવો જરૂરી છે. તથા તેઓએ આ અંગે એમ પણ જણાવ્યુ હતુ કે, હાલ જનજાગૃતિના ભાગરૂપે રાજયમાં વ્યાપક ટેસ્ટીંગ થઇ રહ્યુ છે દરરોજ ૭૦,૦૦૦ જેટલા ટેસ્ટીંગ થાય છે. તેમાંથી આશરે ૧૩૦૦ લોકોને પોઝીટીવ આવે છે. કોરોનાને કાબુમાં લેવા તકેદારી અને જનજાગૃતિ કેળવવા ટેસ્ટ કરાવવુ જરૂરી છે. તેવી રૂપાણીએ લોકો અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના ટેસ્ટ ફરી પોઝીટીવ આવ્યો છે. આ અગાઉ તેમણે રિપોર્ટ કરાવ્યો હતો તે પછી બીજો રિર્પોટ કરાવ્યો તે પણ પોઝીટીવ આવ્યો છે.

Loading...