Abtak Media Google News

કોરોનાનો કહેર જારી: બપોરે સુધીમાં વધુ ૪૮ કેસ: કુલ કેસ ૫ હજારની નજીક

રાજકોટ મહાનગરપાલિકાની  ટાઉન પ્લાનિંગ શાખામાં કોરોના ત્રાટક્યો છે.એટીપી, સર્વેયર અને ઇજનેરને કોરોના  વળગ્યો છે.

આજે બપોરે સુધીમાં  શહેરમાં કોરોનાનાં વધુ ૪૮ પોઝીજીવ કેસ મળી આવ્યા છે.કુલ કોરોના કેસ નો આંક પાંચ હજાર નજીક પહોંચી ગયો છે.રાજકોટમાં એક કલાકમાં ત્રણ કોરોનાના કેસ સરેરાશ નોંધાઈ છે. કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના એટીપી સંજીવ ગુપ્તા ઊપરાંત તેમના ધર્મપત્ની, પુત્ર અને તેમના માતુશ્રીને પણ કોરોના થયો છે.

ઘરના કુલ સાત સભ્યો પૈકી ચાર સભ્યો  કોરોના સંક્રમીત થયા છે.આ ઉપરાંત ટીપી શાખામાં સર્વેયર તરીકેની ફરજ બજાવતા ડી.ડી.પરમારને કોરોના વળગ્યો છે હાલ તેઓ ઓક્સિજન પર હોવાનું જાણવા મળી રહ્યું છે.ટીપીમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકેની ફરજ અદા કરતા દિલીપભાઈ પંડ્યા પણ કોરોનાના સકંજામાં સપડાયા છે.

શહેરમાં કોરોનાનો કહેર યથવાત છે.આજે બપોરે સુધીમાં કોરોના ના વધુ ૪૮ કેસ નોંધાયા છે.ગઇકાલે કોરોના ના ૯૮ કેસ નોંધાયા હતા. કુલ કેસ નો આંક પાંચ હજાર નજીક આંબી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.