Abtak Media Google News

 રાજકીય લેખાજોખાંને કોરાણે મૂકવાની અને અર્થતંત્રને પાટે ચડાવવા રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની તાકીદ: ભયાનક મંદીના વાદળ ઘેરાવાની આગાહી !

સતત ફુંફાડા મારતા કોરોના અને અર્ધ શ્વાસે અર્થતંત્ર વચ્ચે વરસાદ-ચોમાસા ભરી અર્થશાસ્ત્રીઓની મીટ ! કૃષિ-ઉદ્યોગ, માનવ સંશાધન વિકાસ અને મહત્વના બધાજ ક્ષેત્રે ઉત્પાદકતામાં વૃધ્ધિ અનિવાર્ય: રોજગારી વ્યાપાર-ધંધા સુસ્તી ગરીબાઈ અને મોંઘવારી વધારવાની દહેશત…

કોરોના અને આર્થિક ભીંસનાં ડંખ સતત ચાલુ રહ્યા છે. એ ટાંકણે આપણા દેશમાં જીડીપી દર, એટલે કે રાષ્ટ્રીય આર્થિક વિકાસ દર ‘નેગેટિવ’ સ્તરે પહોચી ગયાના અતિ બૂરા અને સનસનીખેજ અહેવાલ આધારભૂત વર્તુળમાંથી બહાર આવ્યા છે. સામાન્ય રીતે પાંચથી છ ટકાએ રહેતો જીડીપી દર નેગેટિવ સ્તરે પહોચી ગયો છે તે સમાચાર કતાં વધુ બિહામણા સમાચાર અન્ય કોઈ હોઈ શકે નહિ !

ઓછામાં પૂરૂ આપણા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પૂર્વ ગવર્નર અને ટોચના અર્થશાસ્ત્રીઓ પૈકીના એક શ્રી રઘુરામ રાજને હમણા હમણા જ એવી લાલબત્તી ધરી છે કે, રાજકીય લેખા જોખાને કોરાણે મૂકીને આપણા દેશનાં કોરાનાગ્રસ્ત અને સારી પેઠે કથળેલા અર્થતંત્રને પાટે ચઢાવી લેવાનું અનિવાર્ય તેમજ સલાહભર્યું છે.

તેમણે સ્પષ્ટ પણે કહ્યું છે કે માત્ર કોરોનાથી નહી પરંતુ આગામી ૩-૪ વર્ષોમાં આવનારી આર્થિક અસમંજતાને લક્ષમાં લેવાનું અને સાવધ રહેવાનું જરૂર બન્યું છે. અને તેને ઠીકઠાક કરવા યુધ્ધના ધોરણે પગલા લીધા વિના ચાલે તેમ નથી.

આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વિપક્ષ સાથે મસલત કરીને જોઈએ અને આ પડકારને પહોચી વળવા માટે તેમનો અનુભવનો ઉપયોગ કરવો જોઈએ જે વડાપ્રધાન કાર્યાલયના એકલા હાથે શકય નથી આપણે બધા જ પ્રયત્નો કરી છૂટવા જોઈએ જો આવા પ્રયત્નો નહીં થાય તો અર્થતંત્ર વધુ ખાડે જશે અને તેની દૂરોગામી અસરો સહન કરવી પડશે.

સરકારે અત્યારે દેશના અર્થતંત્રને પાટે ચડાવવા જેની પણ મદદ લેવી જોઈએ તેની મદદ લઈને આગળ વધવું જોઈએ અત્યારે રાજકારણનાં નફાખોરનાં હિસાબ કરવાનો સમય નથી. રઘુરામ રાજને જણાવ્યું હતુ કે દેશમાં આર્થિક નિષ્ણાંતોના પ્રતિભાવોનાં ભંડાર ભરેલો છે. અત્યારના દોરમાં બાંધકામ ઉદ્યોગ અને માળખાકીય વિકાસ ક્ષેત્રને પૂશઅપ કરીને મંદી નિવારવાની જરૂર છે. આજથી જ અત્યારથી જ આર્થિક વર્ષની શરૂઆતની ગણતરી કરીને પગલા લેવાની જરૂર છે.

આર્થિક અભ્યાસીઓનો એવો મત છે કે, લોકસભાની ચૂંટણી વખતે અકે અંદાજ મુજબ, શાસક મોરચાએ ચૂંટણી વખતે એક અંદાજ મુજબ, શાસક મોરચાએ ચૂંટણી પ્રચારમાં અબજો રૂપીયાનો જંગી ખર્ચ કર્યો છે તે કારણે બેંકોની તિજોરીઓમાં અભૂતપૂર્વ ગાબડા પડયા છે. અને અર્થતંત્ર કયારેય જોવા મળ્યું ન હોય એવી કટોકટીમા મૂકાયું છે.

નવી દિલ્હીમાં છેલ્લા અહેવાલ મુજબ આગામી ૧૨ મહિનામાં આઠ વર્ષથી સૌથી મોટી મંદીના ભણકારા વાગી રહ્યા છે. એક તૃતિયાંશ ગ્લોબલ ફંડ મેનેજર્સ દ્વારા આ અંગેની વાત કરવામાં આવી છે. આઠ વર્ષમાં મંદીનો સૌથી ખરાબ તબકકો આવી શકે છે. આ મંદીનાં ભણકારા અત્યારથી જ વાગી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.