Abtak Media Google News

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કહેરને કાબુમાં લેવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગત ૨૩મી માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી લોકડાઉન સમયે દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૪૯૮ હતી લોકડાઉનના ૨૦ દિવસ બાદ કોરોનાના કેસોની સંખ્યા ૧૦ હજારને પાર કરી જવા પામી છે. જો કે, લોકડાઉન છતા કોરોનાના કેસોમાં થયેલા ભારે વધારા પાછળ ‘બે-ખૌફ’ તબલીગી જમાતના જમાતીઓનો મોટો હાથ ગણવામાં આવે છે. તેમ છતાં હાલ દેશમાં કોરોના વાયરસના કારણે ખરાબ થયેલી સ્થિતિ કાબુમાં છે.

કોરોના વાયરસના કેસોની સંખ્યા ૧૦ હજાર કરતા વધારે હો તેવા વિશ્ર્વભરનાં દેશામાં ભારતનો ૨૨મો નંબર છે. જોકે, વસ્તીના પ્રમાણમાં કોરોના કેસોની સંખ્યામાં ભારત વિશ્ર્વમાં સાતમા નંબરે ઉભુ છે. ભારતમાં દસ લાખની વસ્તીએ કોરોનાના ૧૩૭ કેસો છે. અમેરિકામા આ સંક્યા ૧,૭૦૦ કેસોની જયારે સ્પેનમાં આ સંખ્યા ૩૫૦૦ કેસોની છે. જોકે, ભારતમાં કોરોના કેસોની સંખ્યામાં થયેલા ભારે વધારા પાછળ દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં થયેલા તબલીગી જમાતના મરકજને મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. આ મરકજમાંથી દેશભરનાં રાજયોમાં પરત ફરેલા જમાતીઓએ લગાવેલા ચેપના કારણે કોરોના કેસોની સંખ્યામાં ભારે વધારો થવા પામ્યાનું માનવામાં આવે છે.

ભારતીય તબીબો સંશોધન પરીષદ આઈસીએમઆર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રવિવાર સુધીમા દેશમાંથી ૨૦૬૨૧૨ નમૂનાના પરીક્ષણો કરવામાં આવ્યા છે. સરકારી લેબ ઉપરાંત ૧૯૧૩ ખાનગી લેબમાં પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમે હાલમાં અમારી પાસેના સ્ટોકની સાથે છ અઠવાડીયા સુધી પરીક્ષણ કરવામાં સક્ષમ છીએ ચીનથી મેડીકલ કીટના આગમન અંગે આઈસીએમઆરનાં રમણ આર ગંગાખેડકરે કહ્યું ચીનથી આવનારી કિટસનો પહેલો જથ્થો ૧૫ એપ્રીલના રોજ ભારત પહોચશે. જેથી ગભરાવાની જરૂર નથી. દેશમાં ભલે કોરોના વાયરસના કેસોની સંખ્યા ૧૦ હજારને પાર થઇ ગઇ પરંતુ અમેરિકા, સ્પેન જેવા વિકસીત દેશોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ભારત કરતા અનેકગણી વધારે હોય લોકડાઉન અસરકારક કામગીરી કરી ગયાનું માની શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.