વિશ્વ આરોગ્ય સંસ્થાની બેદરકારીથી કોરોના ફેલાયો?

66

‘વ્હુ’ની વિશ્વસનીયતા સામે ઉઠતા સવાલ: ‘વ્હુ’ પ્રમુખ રાજીનામુ આપે: અમેરિકાા

‘વ્હુ’એ ચીને જાણ કરી તેને ગંભીરતાથી લીધી નહોતી

કોરોના વાયરસના આખા વિશ્વમાં થયેલા પ્રસાર માટે વિશ્વ આરોગ્ય સંગઠન જવાબદાર હોવાના આક્ષેપ સાથે અમેરિકાના આગેવાનોએ ‘વ્હુ’ પ્રમુખના રાજીનામાની માંગ કરી છે.

અમેરિકાના રાજનેતાઓએ વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેકટર જનરલ એડહેવમ ધેબ્રીયેસુસના રાજીનામાની માગણી કરી જણાવ્યું છે કે, દેશમાં કોરોના ફેલાવા અંગે ચીને વાત કરી ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને જે જવાબ આપ્યો અને જે સ્થિતિ સંભાળી તે અંગે સંગઠન પર દબાણ વઘ્યું છે. દુનિયામાં કોરોનાનો ચેપ વધવા સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

કોરોના વાયરસને લઇ ચીનની સામ્યવાદી સરકાર પર ભરોસો કરી અમેરિકી રાજનેતાઓ વ્હુ પ્રમુખ ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાય પશ્ર્ચિમી દેશોનું કહેવું છે કે ચીને કોરોનાના ચેપ અંગેના સાચા આંકડા આપ્યા નથી.

અમેરિકાના રિપબ્લીકન સેનેટર માર્થા મેકસૈલીએ વ્હુના પ્રમુખે ચીનની તરફદારી માટે રાજીનામું આપવું જોઇએ. તેમણે કહ્યું કે ચીને પારદર્શક  આંકડા બતાવ્યા નથી તેના માટે કેટલેક અંશે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ દોષિત છે.

તેઓ વધુમાં જણાવે છે કે ઇથીયોપીયાના રહેવાસી પપ વર્ષીય ટેડ્રોસે દુનિયાને દગો દીધો છે. માર્થાએ કોરોના વાયરસ રિસ્પોન્સ અંગે ચીનની પારદર્શકતાના વખાણ પણ કર્યા હતા.

મેકસૈલી કહે છે કે હું કયારેય કોઇ સામ્યવાદી પર ભરોસો કરતો નથી. ચીની સરકારે પોતાના દેશમાં ઉત્પન્ન થયેલા વાયરસ અંગે વિગતો છૂપાવી હતી અને તેના કારણે જ અમેરિકા અને દુનિયામાં વગર વાંકે અનેક લોકોના મોત થયા હતા. આ માટે  ટેડ્રોસે રાજીનામું આપવું જોઇએ.

ડેઇલીમેઇલનો અહેવાલ જણાવે છે કે ચીનમાં ફેબ્રુઆરી માસમાં જયારે કોરોના ચેપના ૧૭૨૩૮ કેસ અને ૩૬૧ લોકોના મોત થયા ત્યારે ટેડ્રોસે કહ્યું હતું કે મુસાફરી માટે પ્રતિબંધ જરૂરી નથી.

કેટલાક લોકો એવો આક્ષેપ કરે છે કે ચીન કોરોના વાયરસથી થયેલા મોતનો સાચો આંકડો છૂપાવે છે હકીકતમાં ચીનમાં કોરોનાથી ૪૦ હજાર જેટલા મોત થયા હોઇ શકે છે. જો કે ચીને સતાવાર રીતે કોરોનાનાં મૃત્યુ આંક ૩૩૦૦ જ જણાવ્યો છે.

વુહાનમાં સતાવાર રીતે ૨૫૪૮ લોકોના મોત થયાનું ચીન જણાવે છે, પણ સ્થાનિક ચળવળકારોનું કહેવું છે કે અહીંના સ્મશાન ગૃહોમાં રોજ પ૦૦ લોકોના અસ્થિ કળશ આપવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહમાં પણ અગ્નિદાહ આપવા માટે લાંબી લાઇનો જોવા મળતી હતી.

અમેરિકા રિપબ્લીકન સેનેટર ટેડ ક્રુઝે વ્હુ પ્રમુખને સત્તા પરથી દૂર કરવાની માગણી કરી છે. તેના પ્રવકતાએ જણાવ્યું હતું કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા કોરોના વાયરસના ફેલાવા મામલે ચીનની સામ્યવાદી પાર્ટી તરફ ઝુકેલા જણાય છે. અને વ્હુએ જરૂરી વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.

ફલોરિડાના રાજનેતા માર્કો રૂટિપયો પણ કહે છે કે કોરોના મહામારીને જે રીતે સંભાળવામાં આવી તેની જવાબદારી વ્હુ પ્રમુખની નકકી થવી જોઇએ. વ્હુએ બીજીગને કોરોના મામલે વિશ્વને ભરમાવવાની છૂટ આપી હતી  તે ચીન સાથે મળેલા છે કે તેને અટકાવવા માટે અસક્ષમ છે.

તો બીજી તરફ યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના રાજદૂત નિકીહેલીએ પણ કોરોના વાયરસ મામલે વ્હુના નિવેદનની ટીકા કરી છે. તે કહે છે કે વ્હુએ ૧૪ જાન્યુઆરીએ એક પોસ્ટ કરી હતી તેમાં જણાવ્યું હતું કે માણસથી માણસમાં મહામારીમાં કોરોના ફેલાયો હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. વ્હુએ દુનિયાને એ બતાવવું જોઇએ કે તેણે ચીનના શબ્દોનો શા માટે ઉપયોગ કર્યો હતો.

Loading...