કોરોના કવચ: Z+ સુરક્ષા સાથે રસીનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો

બા-અદબ, બા મુલાયઝા હોશિયાર, મહારાજાધિરાજ પધાર રહૈ હૈ…

સીરમ ઈન્સ્ટ્યિુટ – પુણે એરપોર્ટ – દિલ્હી એરપોર્ટ – ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ – મુખ્ય સ્ટોરેજ સેન્ટર – મહાનગરો – વેક્સિન સેન્ટર

કોવિશિલ્ડની પ્રથમ ખેપમાં ૧૦૮૮ કિલોગ્રામ વજનની ૩૪ પેટીઓ; ૫ લાખ ૪૧ હજાર ડોઝ ગુજરાત પહોંચ્યા

રસીના બોક્સ પર “સર્વ સન્તુ: નિરામય લખાયેલું

બા-અદબ, બા-મુલાયઝા હોશિયાર, મહારાજાધિરાજ પધાર રહે હે… વિશ્ર્વ આખાને ભરડામાં લેનાર કોરોનાનો નાશ કરવા ‘જાદુઈ છડી’ મનાતી ‘રસી’ની પ્રથમ ખેપ પૂણેની સીરમ ઈન્સ્ટિટયુટથી તંત્ર પાસે આવી પહોચી છે. પ્રથમ તબકકાનાં કોવિશીલ્ડના જથ્થામાં ૧૦૮૮ કિલોગ્રામ વજનની ૩૪ પેટીઓ પૂણે એરપોર્ટથી દિલ્હી એરપોર્ટ પર પહોચી હતી ત્યાંથી નકક કરાયેલા ૧૩ રાજયો અને કેન્દ્રીશાસીત ત્યારબાદ સ્થાનિક મુખ્ય સ્ટોરેજ સેન્ટર અને ત્યાંથી રાજયોના મહાનગમાં પહોચી હતી. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે પુણેથી દેશના 13 શહેરોમાં. કોવીડ -19 રસીના 56.5 લાખ ડોઝ પહોંચાડાયા છે. રસી આવી જતા જ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થનારા વિશ્ર્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઓગષ્ટ માસ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનું લક્ષ્યાંક છે. જેમાંથી પ્રથમ તબકકામાં ૩ કરોડ હેલ્થવર્કરો અને ફ્રંટ વોલિયન્ટર્સને ડોઝ આપવાનો ખર્ચ સરકાર ભોગવવાની છે.

પ્રથમ ત્રણ કરોડને રસીકરણનો ખર્ચ સરકાર ભોગવશે

અન્ય તમામ રસીઓની સરખામણીએ ભારતની વેક્સિન સસ્તી

કોરોના વાયરસનાં કારણે ફેલાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી મૂકત થવા દરેક દેશની સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકા, રશીયા, આરબ દેશોમાં ગત નવેમ્બર ડિસેમ્બર માસથી રસીકરણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે, ભારતમાં ૧૬મીથી મહારસીકરણ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ તૈયારીઓની સમીક્ષાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી જેમાં પીએમ મોદીએ વૈજ્ઞાનિકો અને સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ભારતની ક્ષમતાને વિશ્ર્વ સમક્ષ રજૂ કરવાની વાત કહી જણાવ્યું હતુકે, ભારતમાં જ ઉત્પાદિત કોવિશક્ષલ્ડ અને કોવેકિસન દ્વારા કોરોના વિરૂધ્ધ મહાઅભિયાન છેડાશે જે ગૌરવની વાત છે. વિશ્ર્વ અલગ અલગ ઘણી રસીઓ વિકસીત થઈ છે. તો ઘણી પરીક્ષણ હેઠળ છે. એમાં ભારતની રસી સૌથી સસ્તી છે.

૧.૧૦ કરોડ ડોઝ માટે સરકાર-સીરમ વચ્ચે સોદો

ઉલ્લેખનીય છે કે, કોરોનાના આ કપરાકાળમાંથી મૂકત થવા ભારતે ‘ત્રીદેવ’ રૂપી મુખ્યત્વે ત્રણ રસીઓ પર વધુ ભાર મૂકયો છે. જેમાં કોવીશીલ્ડ, કોવેકિસન અને ઝાશયકોવ-ડીનો સમાવેશ છે. જેમાંથી ઓકસફર્ડ એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત સીરમ ઈન્સ્ટીટયુટની રસી કોવિડીલ્ડ માટે સરકારે કરારને બહાલી આપી દીધી છે. ૧ કરોડ ૧૦ લાખ ડોઝ માટે રૂપીયા ૨૨૦ કરોડનો સોદો થયો છે. સરકારે ઓર્ડર આપતા જ સ્પાઈજેટ દ્વારા પૂણે એરપોર્ટથી પ્રથમ ખેપ દિલ્હી પહોચી હતી. સ્પાઈજેટના અધ્યક્ષ અજયસિંહે કહ્યું કે, સ્પાઈજેટે કોવિડ રસીનો પ્રથમ જથ્થો ભારતમાં પહોચાડયો છે. કડક સુરક્ષા સાથે ટ્રકોમાં કંપનીથી પૂણે એરપોર્ટ સુધી પહોચાડાયો હતો. જેબાદ દિલ્હી પહોચ્યાપછી દેશના વિભિન્ન ભાગોમાં ડોઝ પહોચાડાયા છે. જેમાં ગુજરાતનું અમદાવાદ, ચેન્નઈ, કોલકાતા, શિલોન્ગ, હૈદ્રાબાદ, વિજયવાડા, ગુવાહાટી, ભુવનેશ્ર્વર, પટના, બેંગ્લોર, લખનઉ અને ચંદીગઢ માટે ૯થી વધુ ફલાઈટો સંચાલિત કરાઈ હતી.

Loading...