૧૬મીએથી કોરોના કવચ: રાજકોટમાં આટલા સ્થળોએ થી મળશે રસી, વાંચો સંપૂર્ણ અહેવાલ

કોરોનાને નાથવા ૧૬મીથી મહા રસીકરણ અભિયાન

જિલ્લાના ૯૫૦ સ્થળોએથી ૩.૬૫ લાખ લોકોને અપાશે વેક્સિન: ૪૬૪ વેક્સિનેટરની ટીમ રહેશે કાર્યરત: ૧૨૫૦ જેટલા હેલ્થ અને આશા વર્કરો પણ અભિયાનમાં જોડાશે

એક સેન્ટર પર એક દિવસમાં વધુમા ંવધુ ૧૦૦ વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપી શકાશે: જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ચાલતી તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે

આગામી ૧૬મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના માટેના આ અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા દસ સ્થળોએથી કોરોના આપવાનું શરૂ કરવામાં આવશે તેમ આરોગ્ય અધિકારી ડો.લલિત રાજાએ જણાવ્યું હતું પ્રત્યેક સેન્ટર પર રોજ વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓને વેકસીન આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી ૧૬મી જાન્યુઆરીથી દેશમાં કોરોનાની વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીડીયુ મેડિકલ કોલેજ, પદ્મ કુવરબા હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, વોકાર્ડ હોસ્પિટલ, શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર ,નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર ,રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા રોડ આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવશે.તેઓએ ઉમેર્યું હતું કે પ્રથમ તબક્કે રાજકોટને કેટલી માત્રામાં વેક્સિન જથ્થો ફાળવવામાં આવશે અને પ્રથમ દિવસે કોને વેક્સિન આપવી તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.એક કેન્દ્ર પર ૧૬મીએ વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓને વેક્સિન આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમ જેમ વેકસીનનો જથ્થો ફાળવવામાં આવશે.તેમ-તેમ વેક્સીનેશન સેન્ટર પણ વધારવામાં આવશે.લોન્ચિંગના દિવસે પ્રધાનમંત્રી સાથે વાતચીત પણ કરી શકાય તે માટે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ટુ-વે કોમ્યુનીકેશન સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.૧૬મી જાન્યુઆરીના રોજ ફ્રન્ટલાઈન કોરોના વોરીયસને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિન અંગે બે વાર સફળતાપૂર્વક મોકડ્રીલ યોજવામાં આવી છે.હવે ૧૬મીથી જ્યારે મહા રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે તેના માટેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે હવે કોરોનાની વેક્સિન કેટલી માત્રામાં આપવામાં આવે છે .તેના પર સેન્ટ્રરો ઉભા કરવા તે  નિર્ભર રહેશે.હાલ મહાપાલિકામાં વેક્સિનેશન અંગેની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના ૯૫૦ સ્થળોએથી ૩.૬૫ લાખ લોકોને વેક્સિન અપાશે. આ માટે ૪૬૪ વેક્સિનેટરની ટીમ કાર્યરત રહેવાના છે. આ અભિયાનમાં ૧૨૫૦ જેટલા હેલ્થ અને આશા વર્કરો પણ જોડાવાના છે.

Loading...