Abtak Media Google News

દીવ ગયા અઠવાડિયામાં કોરોના ના પ્રથમ બે કેસ નોંધાયા હતા. અને ગઈકાલે વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા પ્રશાસનની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દીવ જિલ્લા કલેકટર સલોની રાય જણાવ્યું હતું કે મુંબઈના વિરાર થી ચાર સભ્યોનો પરિવાર ફ્લાઇટ દ્વારા ૧૩/૬/૨૦૨૦ ના રોજ દીવ આવી પહોંચ્યો હતો. પરિવારના ચાર સભ્યોના કોવિડ-૧૯ માટે ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.અને  તેમને દિવના ઘોઘલા સર્કિટ હાઉસ ખાતે ફેસીલીટી કવોરનટાઇન  કરવામાં આવ્યા હતા. તેમાંથી ગઈકાલે એક ૧૬ વર્ષીય છોકરી નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને દીવ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે તેમજ તેની સાથે તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો દીવ સરકારી હોસ્પિટલ ખાતે  માટે ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.