Abtak Media Google News

ફેરિયાઓ માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં એક સાથે ૧૧ પોઝીટીવ કેસથી તંત્ર ચોંકયુ: સુપર સ્પ્રેડર્સમાં સંક્રમણનું પ્રમાણ વધતા તંત્ર ચિંતામાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે શાકભાજી વેંચતા ફેરિયા ભાઇ-બહેનો કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે આવશ્યક પગલાંઓના ભાગરૂપે  જ્યુબિલી શાક માર્કેટ ખાતે અને લલુડી વોંકળી  ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રૈયાધાર ખાતે આજે પણ ફેરિયાઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કુલ ૧૫૨ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, એસપીઓ-૨ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૩૬ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી એક પણ કેસ પોઝિટિવ મળેલ નથી. તમામ ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

જ્યુબિલી શાક માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ ૨૮૬ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, એસપીઓ-૨ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૨૧૨ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૧૧ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા તેમને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ છે અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

લલુડી વોંકળી (કેનાલ રોડ) ખાતેના કેમ્પમાં કુલ ૨૨૫ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, એસપીઓ-૨ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૮૨ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૦૧ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા તેમને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ છે અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ વિશે મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શાકભાજી વેંચવા માટે આ ફેરિયા ભાઈ  બહેનો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હોય છે અને  આ પ્રકારે ઘણા લોકોના આડકતરા સંપર્કમાં આવે છે. શાકભાજીના માધ્યમથી તેઓ કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ન બની જાય તેવા આશય સાથે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવાની ઝુંબેશ હાથ ધરાયેલી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આ હેલ્થ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમે ફેરીયાઓનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.