મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલમાં 26 નર્સો અને 3 ડોકટરો કોરોના પોઝિટીવ

98

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા 26 નર્સો અને ત્રણ ડોકટરોમાં કોરોના વાયરસનું પરીક્ષણ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલને ક્વોરેન્ટાઇન ક્ષેત્ર જાહેર કરાઈ છે. મુંબઈ સેન્ટ્રલ સ્થિત આ હોસ્પિટલ કોઈપણ નવા દર્દીઓની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દરમિયાન આજે સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 33 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્તોનો આંકડો વધીએ 781 પર પહોચી ગયો છે અને મૃતકોની સંખ્યા 46 થઈ ગઈ છે.

Loading...