કોરોના હોય કે એઇડ્સ રોગપ્રતિકારક શક્તિ જ હથિયાર છે

‘એચઆઇવી અને એઇડ્સ ‘ નામથી તો આપણે બધા પરિચિત છીએ .આ એક ગંભીર રોગ છે તેના દ્વારા કેવા પ્રકારની મુશ્કેલી સર્જાઈ શકે છે અને આ રોગમાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઇએ તેના વિશે જાણીએ.

‘એઇડ્સ’ એટલે એકવાઈડ ઇમ્યુનો ડેફિસીયન્સી સિન્ડ્રોમ અને ‘એચઆઈવી’ હ્યુમન ઇમ્યુનો ડેફીસીયન્સી વાયરસ. એઈડ્સ એ એક રોગ છે જે એચઆઇવી નામના વાયરસના લીધે ફેલાય છે. એઈડ્સ એ એચઆઈવીથી એક લાંબી અને આનુવંશિક બીમારી છે.

કોઈ પણ વ્યક્તિનો જન્મએચઆઇવી વાયરસ સાથે થતો નથી.વ્યક્તિ એચઆઇવી વાયરસથી સંક્રમિત થઈને આ રોગ મેળવે છે. એચઆઈવી વાયરસ વ્યક્તિની રોગ પ્રતિકારકશક્તિ પર હુમલો કરે છે. રોગ પ્રતિકારકશક્તિ કોષો, પેશી અને અવયવોના સમુહથી બનેલી હોય છે જે શરીરને સુરક્ષિત રાખવા અને જંતુ અને રોગો સામે લડવા માટે સાથે મળીને કાર્ય કરે છે. જો એચઆઇવી પોઝિટિવ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય તો તે આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી શકશે નહીં અને તે વ્યક્તિને એઇડ્સ થયો કહેવાશે.

એચઆઇવી કેવી રીતે ફેલાઈ છે ?

એચઆઇવી મુખ્યત્વે લોહી,વીર્ય,યોનિમાર્ગપ્રવાહી,અસુરક્ષિત લૈંગિક , દૂષિત રક્ત સ્થળાંતર, હાઈપીડેમીક સોઈ વગરે શરીરના અન્ય પ્રવાહી દ્વારા એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિમાં એચઆઇવી પસાર થઈ શકે છે .ગર્ભાવસ્થા, ડિલિવરી અથવા સ્તનપાન દરમિયાન માતા દ્વારા બાળકને થઈ શકે છે.

સામાન્ય ભૂલો દ્વારા ફેલાતો એચઆઈવી

> જ્યારે કોઈ વ્યક્તિ એવી વ્યક્તિ સાથે સંભોગ કરે છે જેને એચઆઇવી પોઝિટિવ હોય અને તે કોન્ડોમનો ઉપયોગ કરતો નથી ત્યારે બીજી વ્યક્તિને પણ એચઆઇવી થશે.

> જ્યારે ડોક્ટર દ્વારા ચેપગ્રસ્ત સોઈ અથવા સિરિજનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ માટે કરે.

>ગર્ભાવસ્થા દરમિયાન,બાળકજન્મ અથવા સ્તનપાન સમયે જો માતાને એચઆઇવી હશે તો બાળકને થશે.

> સેક્સવર્કર પણ અસ રોગને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

>એચઆઇવી ગ્રસ્ત વ્યક્તિનું લોહી બીજા વ્યક્તિને ચડાવવામાં આવે ત્યારે જે વ્યક્તિને લોહી ચડવાયું છે તે વ્યક્તિ પણ એચઆઈવી વાયરસનો ભોગ બનશે.

>વૈશ્વિક સ્તરે, એચ.આય.વી સંક્રમણનો સૌથી વધુ વ્યાપ વિરોધી જાતિના લોકો વચ્ચેના જાતીય સંપર્કો દ્વારા છે .

> આજના યુવાનો ડ્રગ્સ લેતા થયા છે અને ડ્રગ્સ લેવાની સોઈ દ્વારા એચાઆઇવીનું સંક્રમણ વધી શકે છે.ડ્રગના ઇન્જેક્શન દરમિયાન સોય વહેંચવાનું જોખમ એક્ટ દીઠ 0.63% અને 2.4% ની વચ્ચે છે, જેમાં સરેરાશ 0.8% છે.

સારવાર

હાલમાં કોઈ એચઆઈવીને નાબૂદ કરવાનો કોઈ ઉપાય નથી. અસરકારક એચ.આય.વી રસી હજી શોધ થઈ નથી. સારવારમાં અત્યંત સક્રિય એન્ટિરેટ્રોવાયરલ થેરેપી (એએઆરએટી) હોય છે જે રોગની પ્રગતિને ધીમી કરે છે.

વિશ્વમાં દર વર્ષે લગભગ 3.8 કરોડ લોકો એચઆઇવી ગ્રસ્ત થાય છે જ્યારે ભારતમાં 21 લાખ લોકો એચઆઇવી ગ્રસ્ત થાય છે. વિશ્વમાં 3.5 કરોડ લોકો મૃત્યુ પામે છે જ્યારે ભારતમાં દર વર્ષે 69,000 લોકો મૃત્યુ પામે છે.

રોગને નાબૂદ કરવાના ઉપાયો

> વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એચ.આય.વી / એઇડ્સમાં પોષક તત્વોની જરૂરિયાતો અંગે ભલામણો કરી છે. સામાન્ય રીતે સ્વસ્થ આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે તેથી સ્વસ્થ આહાર પર ડોકટરો દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે.

> સલામતસેક્સ પધ્ધતિ દ્વારા આ રોગને નાબૂદ કરી શકાય છે.

>એકબીજાની સોઈ અથવા સિરીજનો ઉપયોગ ન કરવાથી આ રોગ અટકી શકશે.

>જો માતા એચઆઇવી સંક્રમિત હોય તો ડિલિવરી પછી અસરકારક સારવાર દ્વારા બાળકમાં સંક્રમણ ઓછું થઈ શકે છે.

>જો કોઈ વ્યક્તિ એચાઆઇવીગ્રસ્ત છે તો તે વ્યક્તિ સાથે સમજદારીપૂર્વક વર્તન કરવું અને તેને સારવાર માટે પ્રોત્સાહિત કરવો

એચાઆઈવી/એઇડ્સના રોગમાં જાગૃતતા લાવવા માટે 1988થી દર વર્ષ 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે.જેમાં
લાલ રિબન એચઆઇવીઅને એડ્સગ્રસ્ત લોકો એકતા સાધવી અને ભેદભાવમુક્ત વ્યવહાર કરવા માટે વપરાય છે

Loading...