Abtak Media Google News

લોક જાગૃતિ અને સાવચેતીનો એક અનોખો પ્રયાસ

પ્રથમ અઠવાડિયે દેશ-વિદેશનાં ૪૦ હજારથી વધુ લોકો જોડાયા: રોજરાત્રે ૧૦ કલાકે ફેસબુક લાઈવ પર નિષ્ણાંત તબીબો આપે છે માર્ગદર્શન

કોરોના મહામારી સામે લોકોનાં મનમાં ડર સાથે થતા વિવિધ સવાલોનાં યોગ્ય જવાબ મળે અને લોકો વધુ જાગૃત સાવચેત રહે એવા ઈન્ડીયન મેડિકલ એસો. રાજકોટના પ્રયાસના ભાગ ‚પે યોજાયેલ એફ.બી.લાઈવ કોરોના લોક દરબારમાં દેશ વિદેશથી હજારો લોકો જોડાયા હતા અને કોરોના સંબંધી વિવિધ અટપટા સવાલોના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા સરળ ભાષામાં યોગ્ય પ્રત્યુતર આપવામાં આવ્યા હતા જેથી લોકો સંતુષ્ઠ થયા છે.એમ ઈન્ડીયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી ડો. ‚કેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. લોકોનો બહોળો પ્રતિસાદ મળતા હજુ વધુ સમય માટે આઈ.એમ.એ.દ્વારા એફ.બી.લાઈવ દ્વારા કોરોના લોક દરબાર ચાલુ રાખવામાં આવ્યો છે. અને તબીબો લોકો સુધી પહોચી તેમના મનમાં રહેલ દ્વિઘા દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે. જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામા આવ્યો છે.

દરરોજ રાત્રે ૧૦ વાગ્યે ઈન્ડીયન મેડીકલ એસો.ના ફેસબુક પેઈઝ ઈંખઅ છફષસજ્ઞિં પરથી રાજકોટના નિષ્ણાંત તબીબો લાઈવ થઈ લોકોના પ્રશ્ર્નો જવાબ આપશે. દુનિયાભરના કોઈ પણ ખૂણે બેઠેલ વ્યકિત લાઈવમાં જોડાઈ કોમેન્ટ બોકસમાં પોતાના પ્રશ્ર્નો પૂછી શકશે અને કોરોના સારવાર સાથે સંકળાયેલા નિષ્ણાત તબીબો ત્વરીત આ સવાલનાં જવાબ આપશે.

કોરોના લોક દરબારને ઈન્ડીયન મેડિકલ એસો.ના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ ડો. રાજન શર્મા, ગુજરાતનાં પ્રેસીડન્ટ ડો. ચંદ્રેશ જરદોશ, સ્ટેટ સેક્રેટરી ડો. કમલેશ સૈની, સૌરાષ્ટ્ર યુનિ.ના વી.સી. ડો. નિતીનભાઈ પેથાણી, પી.વી.સી. ડો. વિજય દેસાણી, સિન્ડીકેટ મેમ્બર ડો. ભાવિનભાઈ કોઠારી મેડિકલ કાઉન્સીલના ચેરમેન ડો. નીતીનભાઈ વોરા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કોર્પો.ના આરોગ્ય અધિકારી ડો. પંકજભાઈ રાઠોડ સહિત વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ વિડિયો મેસેજ સાથે શુભેચ્છા પાઠવી હતી.

ઈન્ડીયન મેડીકલ એસો. રાજકોટ આયોજીત કોરોના લોક દરબારમાં દેશ વિદેશના હજારો દર્શકો દ્વારા વિવિધ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. જેનો કોરોનાની સારવાર કરતા વિવિધ તજજ્ઞો દ્વારા યોગ્ય જવાબ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ બધા પ્રશ્ર્નોના સાર સમાન વિવિધ પ્રશ્ર્નો અને તેના જવાબો અત્રે રજૂ કર્યા છે.

સવાલ: બિમાર લોકો કોરોના ટેસ્ટ કરતા ગભરાય છે. મુખ્ય બીક એ હોય છે કે કોરોના પોઝીટીવ આવશે તો તરત તેને દાખલ કરી પરિવાર અને પડોશીઓને કવોરન્ટાઈન કરી દેવામાં આવશે.

તજજ્ઞનો મત: હાલનાં સંજોગોમાં આ માન્યતા આંશીક રીતે ભૂલ ભરેલી છે. કારણ કે કોરોના પોઝીટીવ આવતા દર્દીઓ પૈકી ૮૦% દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જ‚ર પડતી નથી તેને હોમ આઈસોલેટ કરી ઘરમાં જ સારવાર કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલનાં હોમ કેર પેકેજ કે મહાનગરપાલિકા દ્વારા અપાતા નિ:શુલ્ક હોમ કેર પેકેજ દ્વા જ આ દર્દીની સારવાર થઈ શકે છે. બાકીના ૨૦% દર્દીઓ કે જેમને શ્ર્વાસ લેવાની તકલીફ સ્ત્રી હોઈ, હૃદય કિડની, લીવર ઉપર કોરોનાની ગંભીર અસર થઈ હોઈ કે મોટી ઉંમરના દર્દીકે જેમને પહેલેથી જ બીજી અન્ય બિમારીઓ છે. એવા દર્દીને જ હોસ્પિટલમાં દાખળ કરવાની જ‚ર પડે છે. દર્દીનાં પરિવારજન ઘરમાં જ કવોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવે છે. હવે સોસાયટી, બિલ્ડીંગ કે કોલોની આખીને કવોરન્ટાઈન કરવામાં આવતી નથી.

સવાલ: કોરોના દર્દી માટે કયા કયાં કેટલી બેડ ઉપલબ્ધ છે?

તજજ્ઞ: કોરોનાના દર્દીની સારવાર માટે રાજકોટની વિવિધ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ૫૦૦ જેટલી પથારી ઉપલબ્ધ છે.જયાં સરકાર દ્વારા નિયત કરવામા આવેલા ચાર્જ લઈને યોગ્ય સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સમરસ હોસ્ટેલવગેરે મળી ૧૦૦૦થી વધુ પથારી ઉપલબ્ધ છે. જયાં સંપૂર્ણ ફ્રી સારવાર કરવામાં આવે છે.

સવાલ: કોરોનાનું નિદાન કરવા માટે કયા કયા ટેસ્ટ કરાવવા પડે ? આ ટેસ્ટ કયાં થઈ શકે?

તજજ્ઞ: કોરોનાના નિદાન માટે મુખ્યત્વે બે ટેસ્ટ કરવામાં આવે છે. ૧. રેપીડ એન્ટીજન ટેસ્ટ અને ૨. આર.ટી. પી.સી.આર. ટેસ્ટ આ ઉપરાંત જ‚ર પડયે સી.ટી.સ્કેન અને લોંહીના વિવિધ રીપોર્ટ કરવામાં આવે છે.

સવાલ:- રેપીડ ટેસ્ટ અને આર.ટી.પી. સી. આર. ટેસ્ટ નેગેટીવ આવે એટલે કોરોના નથી જ એવું સચોટ કહી શકાયો

તજજ્ઞ: જો ઉપરોકત બન્નેમાંથી એક પણ ટેસ્ટ પોઝીટીવ આવે તો કોરોના છે જ એમ માની લેવું પણ જો ટેસ્ટ નેગેટીવ આવે અને દર્દીને કોરોના લક્ષણો છે તો આવા લોકોને કોરોના હોવાની શકયતા છે. ખાસ કરીને તેના ફેફસાના સીટી સ્કેનમાં ન્યુરોનીયાની અસર દેખાતી હોય ત્યારે નેગેટીવ રીપોર્ટ છતાં દર્દીએ ડોકટરની સલાહ અનુસાર યોગ્ય સારવાર અને તકેદારી રાખવી જોઇએ, તેણે બહાર નિકળવાનું ટાળવું અને જરુર પડયે ફરીથી ટેસ્ટ કરાવવા જોઇએ.

સવાલ:- કોરોના પોઝીટીવ દર્દીને સાવ સામાન્ય લક્ષણ હોય તો શું સારવાર આપવામાં આવે છે?

તજજ્ઞ: આ પ્રકારના દર્દીને હોમ આઇસોલોશન કરીને ફકત સપોટીવ સારવાર આપવામાં આવે છે, કોઇ એન્ટીવાયરલ દવા આપવામાં આવતી નથી.

સવાલ: કોરોના સંક્રમીત દર્દીના કેવા લક્ષણો હોય તો ગંભીર ગણાય?

તજજ્ઞ: દર્દીને સતત તાવ આવવો, સામાન્ય કાર્ય કરવાથી પણ શ્ર્વાસ ચડી જવો, લોહીમાં ઓકસીજનનું પ્રમાણ ૯૨ ટકા થી ઓછું થવું, બ્લડ પ્રેસર ૧૦૦ થી નીચે જવું, કીડની, લીવર કે હ્રદય પર ગંભીર અસર થઇ હોય તેમજ ૬૫ વર્ષથી વધુ ઉમરના દર્દી કે જેમને પહેલેથી જ હ્રદય, કિડની કે ફેફસાની બિમારી છે એવા દર્દી ગંભીર ગણી શકાય, આવા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે છે, પ્રથમ અઠવાડીયે સામાન્ય તકલીફ હોય પણ બીજા અઠવાડીયે અમુક કેસમાં ચિંતાજનક સ્થિતિ થતી હોવાનું માલુમ પડયું છે.

સવાલ: સગર્ભા મહિલાઓને કોરોના થાય તો?

તજજ્ઞ: ગર્ભાવસ્થા એટલે  આમ પણ ઓછી ઇમ્યુનીટીવાળી પરિસ્થિતિ ગણાય માટે આ સમયમાં કોરોના ઇન્ફેકશન ચિંતાજનક કહેવાય, જો કે સારા સમાચાર એ છે કે અત્યારે સુધીમાં રાજકોટની સીવીલ હોસ્પિટલ ખાતે ૮૦ થી વધુ સગર્ભા મહીલાઓએ કોરોનાની સારવાર લેવી પડી છે. જે દરેક સગર્ભા મહિલાઓમાં બિમારીનું હળવું સ્વરુપ જ જોવા મળ્યું છે. આ ઉ૫રાંત કોરોના સંક્રમિત રપ થી વધુ મહિલાઓની ડિલીવરી પણ થઇ છે જેમાં કોઇને વિશેષ તકલીફ જોવા મળી નથી.

સવાલ: બાળકોમાં કોરોનાનું સંક્રમણ કેવું છે? શુઁ તકેદારી રાખવી જોઇ?

તજજ્ઞ: બાળકોમાં કોરોનાનું સંક્રમણ બહુ ઓછું અને સાવ સામાન્ય જોવા મળ્યું છે. જો કે બાળકો સુપરસ્પેડર બનવાની શકયતા વધુ હોય બાળકોની વિશેષ કાળજી રાખવી જોઇએ, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોને ઘરની બહાર ન જવા દેવા, અનિવાર્ય સંજોગોમાં બહાર જવુ પડે તો માસ્ક અવશ્ય પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે એ ખાસ ઘ્યાન રાખવું, આઉટ ડોર રમતો શકય ત્યાઁ સુધી ટાળવી, પ વર્ષથી ઉપરની ઉમરના બાળકોએ માસ્ક અવશ્ય પહેરવું જ જોઇએ, ર થી પ વર્ષની વયના બાળકોને વાલીએ પોતાની દેખરેખ હેઠળ માસ્કનો ઉપયોગ કરવો અને બે વર્ષથી નાની વયના બાળકો માટે માસ્કનો ઉપયોગ હિતાવહ નથી એ ખાસ ઘ્યાન રાખવું, નાના બાળકોના રસીકરણના કાર્યક્રમમાં વિશેષ ફેરફારથી જરુર નથી ડોકટરની સલાહ પ્રમાણે તે સમયસર લેવી જોઇએ.

સવાલ:- કોરોના દર્દીની સારવાર વપરાતી વિવિધ દવાઓ વિશે માહીતી આપશો.

તજજ્ઞ: કોરોનાના દર્દીની સારવાર માટે એન્ટીબાયોટીકસ, સ્ટીરોઇડઝ, ફેવીરાપીર જે મોઢેથી લઇ શકાય તેવી એન્ટી વાયરલ દવા આપવામાં આવે છે. બિમારીના પહેલા અઠવાડીયે ગંભીર દર્દીના કેસમાં રેમેડેસીવર ઇન્જેકશન, પ્લાઝમા થેરાપી અને ટીસીલીઝુમેબ ઇન્જેકશનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અતિ ગંભીર સ્થિતિમાં વેન્ટીલેટર ડાયાલીસીસ વગેરેની જરુર પણ પડતી હોય છે.

આજે ‘ક્રિટીકલ કોરોનાને કેવી રીતે’ હરાવશો વિષય પર તબીબોનું માર્ગદર્શન

આઈ.એમ.એ. આયોજવીત કોરોના લોક દરબારમાં પ્રથમ અઠવાડીયે ડો. મયંક ઠકકર, ડો. વિશાલ સાદાટીયા, ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. જયેશ ડોબરીયા, ડો. જીગર પાડલીયા, ડો. તુષાર પટેલ, ડો. અમિત પટેલ, ગર્ભાવસ્થા અને કોરોના વિશે ડો. કમલ ગોસ્વામી, કોરોના અને બાળકો વિશે ડો. દિવ્યાંગ ભીમાણી અને ડો. મિતુલ કળથીયા માર્ગદર્શન આપ્યું હતુ. આ બીજા અઠવાડીયામાં ડો. ધર્મેન્દ્ર અમૃતીયા, ડો. હેતલ વડેરા, ડો. પ્રતીક દોશી, ડો. ચિરાગ માત્રાવડીયા, ડો. મિલન ભંડેરી દ્વારા કોરોના અને સહ બિમારીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજે તા.૩૦ને બુધવારે ક્રિટીકલ કોરોનાને કેવી રીતે હરાવશો વિષય પર ડો. સંકલ્પ વણઝારા, ડો. કૃતાર્થ કાંજીયા, તા.૧.૧૦ને ગુ‚વારે કોરોના અને સર્જરી વિષય પર ડો. આશીષ જસાણી, ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે અને ડો પિયુષ ઉનડકટ તથા તા.૨.૧૦ના રોજ રાત્રે ૧૦ વાગ્યે કોરોના અસ્ત્રી ઈતિ સુધી વિષય પર ડો. પ્રશાંત ત્રિવેદી અને ડો. સંજય ભટ્ટ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત આ લાઈવ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત તબીબોનું માર્ગદર્શન મળે છે. આઈ.એમ.એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. ‚કેશ ઘોડાસરા સહિતના તબીબો આગેવાનોના માર્ગદર્શન હેઠળ લોકો માટેના આ લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંકલન ડો. ચેતન લાલસેતા અને ડો. પારસ શાહ કરે છે. આઈ.એમ.એ.ના મિડિયા કો. ઓડીનેટર તરીકે વૈભવ ગ્રાફીકસના વિજય મહેતા સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.