કોરોના બાળકોમાં પણ વધી રહ્યો છે

98

બિમાર વૃઘ્ધો જ નહીં બાળકો પણ ઝપટે ચડી શકે

૩,પ અને ૮ વર્ષના બાળકો પણ કોરોના પોઝિટિવ: ઇન્દોરમાં ર૦ પોઝિટિવ

અત્યાર સુધી એવું મનાયું કે કોરોનાના વાયરસ મોટા ભાગે બિમાર કે વૃઘ્ધોને જ ઝપટમાં લે છે બાદમાં યુવાનો પણ ઝપટે ચડી જતા હોવાનું બહાર આવ્યું હતું. હવે એ બહાર આવ્યું છે કે કોરોના બાળકોને પણ પોતાની લપેટમાં લઇ રહ્યો છે ઇન્દોરમાં તાજેતરમાં બહાર આવેલા કોરોના ગ્રસ્તોના આંકડાની આ વિગતો બહાર આવી છે. હવે ૩,૫ અને ૮ વર્ષથી ઉમરના બાળકો પણ કોરોના ગ્રસ્ત બન્યા હોવાની વિગતો બહાર આવી છે.

બુધવારે મઘ્યપ્રદેશમાં કોરોનાના ર૦ નવા દર્દી બહાર આવ્યા છે આ સાથે રાજયમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૮૬ થઇ ગઇ છે રાજયમાં વધેલા કોરોના કહેરમાં એ વાત બહાર આવી છે કે હવે બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે.

નવા આવેલા ર૦ દર્દીઓમાં ૧૯ કેસ ઇન્દોરના છે અને એક કેસ ખરગૌનનો છે. ચિંતાજનક વાત એ છે કે ઇન્દોરમાં જે કેસ બહાર આવ્યા છે તેમાં એક જ પરિવારના નવ સભ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્દોરના તંજીમનગરમાં રહેનારા આ પરિવારના ત્રણ બાળકો પણ કોરોના પોઝિટિવ છે આ બાળકોની ઉમર ૩, ૫ અને વર્ષની છે. કોરોના અસરગ્રસ્તોના આંકડા જોતા એવું જણાવ્યું હતું કે કોરોના મોટાભાગે મોટા ઉમરની વ્યકિતને જ પોતાની ઝપટમાં લે છે પણ એવું નથી હવે તો નાના બાળકો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે.

રપ વર્ષના યુવાનનું મોત

ઉત્તર પ્રદેશના ગોરખાપુરમાં આજે જ કોરોનાગ્રસ્ત રપ વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ યુવાન બીઆરડી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેની સારવાર ચાલુ હતી ત્યારે જ મોત થયું હતું. કેજીએમટુની તપાસમાં આ યુવાન કોરોનાગ્રસ્ત હતો તેમ બહાર આવ્યું છે.

ઇન્દોરના કોરોના પોઝિટીવ લોકોમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે.એડીશનલ એસપી ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે બિમાર પોલીસ અધિકારીને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેના પત્ની તથા પુત્રીને હોસ્૫િટલના જ અલગ વોર્ડમાં દાખલ કરાયા હતા.

પોલીસ અધિકારી જે પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેને સેનેરાઇઝ કરાયું છે અને કોરોનાનો ચેપ રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તમને એ જણાવીએ કે ઇન્દોરમાં અત્યાર સુધીમાં કોરોના સૌથી વધુ ૬૩ કેસ બહાર આવ્યા છે જેમાં ૩ લોકોના મોત થઇ ચુકયા છે.

જયારે જબલપુરમાં કોરોનાના ૮ કેસ, ઉજજૈન ૬, ભોપાલમાં ૪, શિવપુરી અને ગવાલિયરમાં બે બે અને ખરગૌનમા એક એક કેસ બહાર આવ્યો છે.

Loading...