કોરોના સામાન્ય વાયરસ છે… “ટ્રમ્પ પાવર”એ આત્મવિશ્વાસ છલકાવ્યો!!!

કોરોનાથી ડરવાની જરૂર નથી, તેને જીવન ઉપર હાવી ના થવા દો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાયરસનો ફેલાવો વધવાની સાથે તેનો દર પણ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસની ઝપટે અનેક નામાંકિત લોકો પણ ચડી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ તેમાં બાકાત નથી. ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. વ્હાઈટમાં હાઉસમાં ટ્રમ્પે માસ્ક પણ હટાવી દીધું હતું. એકંદરે એમ કહી શકાય કે, કોરોના સામાન્ય વાયરસ જેવો જ છે તેવો આત્મવિશ્વાસ ડોનાલ્ડ ટ્રમ્પએ છલકાવ્યો હતો. ટ્રમ્પ ૧૫ ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકે છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે હજી સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી. ટ્રમ્પે હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં કહ્યું કે, કોવિડ-૧૯થી ડરવાની જરૂર નથી. તેને પોતાના જીવન પર હાવી ન થવા દેવું. ત્યારપછી એક વિડિયોપણ પોસ્ટ કર્યો હતો. તેમણે વિડિયોમાં કહ્યું હતું કે, એક વાત સ્પષ્ટ છે કે, કોરોનાને પોતાના જીવન પર હાવી ન થવા દેવો. તમે સરળતાથી તેને હરાવી શકો છો.

સામાન્ય તાવ, શરદીની જેમ જ છે કોરોના!!

ટ્રમ્પએ કહ્યું હતું કે, સામાન્ય તાવ શરદીની ઋતુ આવી રહી છે. ફલૂના કારણે દર વર્ષે એક લાખ જેટલા લોકો મોતને ભેટે છે. ફ્લૂની રસી નથી. ત્યારે શું ફલૂના કારણે આખા દેશને બંધ કરી દેધો? ના, આપણે તેની સાથે જીવતા શીખ્યા છીએ. આવી જ રીતે કોરોના સાથે જીવતા શીખીશું. ત્યારબાદ ટ્રમ્પએ વિડિઓ પણ અપલોડ કર્યો હતો.

૧૫ ઓક્ટોબરે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પ ભાગ લેશે!

૩ નવેમ્બરના રોજ અમેરિકામાં પ્રેસિડેન્ટ ઇલેકશન થવાનું છે ત્યારે રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પ લોકો સાથે વધુને વધુ લાઇવ રહેવા ઇચ્છે છે. કોરોના વાયરસના સંક્રમણ થવાની સાથે જ દર્દીને કોરાણે રાખવામાં આવે છે. તબીબ સ્ટાફ સિવાય પરીવારના સભ્યો પણ નજીક જતા નથી. એમાં પણ જો કોરોના સંક્રમિત વ્યકિત સુપર પાવર દેશનો પ્રેસિડેન્ટ હોય ત્યારે આ તકેદારી ખૂબજ વધી જાય છે. જોકે, ટ્રમ્પની તબિયત સુધારા ઉપર છે ત્યારે તેઓ આગામી ૧૫ ઓક્ટોબરે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પ ભાગ લેશે તેવી શકયતા છે.

Loading...