Abtak Media Google News

વિસાવદરમાં બે મહિલા, એક બાળક સહિત ૧૧ કેસો પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ

જૂનાગઢમાં કોરોનાએ કેર મચાવતાની સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ કેસ પોઝિટિવ આવ્યા છે, ખૂબ લાંબો સમય કોરોના મુક્ત રહેલ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોના ના કુલ ૨૫ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લામાં ગઈકાલે એક સાથે પાંચ દર્દીઓ કોરોના ગ્રસ્ત જાહેર થયા છે, જેમાં કેશોદના એક પરિવારના ત્રણ સભ્યો અને એક ૧૫ વર્ષની દીકરી મળી કેશોદમાં કુલ ૪ અને જૂનાગઢના એક ૪૦ વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આમ ગઈકાલે કુલ પાંચ પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ આજે સવારે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં એક જ ડેલામાં રહેતા બે મહિલા અને એક ૧૦ વર્ષના બાળક સહિત એક સાથે પાંચના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે તથા કેશોદમાં એક ૫૮ વર્ષીય આધેડ કોરોના ગ્રસ્ત જાહેર તાં જિલ્લામાં કોરોનાનો આંકડો ૨૫ પર પહોંચવા પામ્યો છે.

કેશોદના સફારી પાર્કમાં રહેતા એક મહિલા તેની દીકરી અને દીકરા સાથે ગત ૧૬ તારીખે કાંદીવલી મુંબઈથી કેશોદ આવ્યા હતા, જે ત્રણેય ના ગઈકાલે શુક્રવારે સવારે પોઝિટિવ આવ્યા હતા, તો સુત્રાપાડાના ઉમરી ગામે મહારાષ્ટ્રથી બસ મારફત આવેલ કેશોદના ૬૮ વર્ષીય પુરૂષહાલમાં કોરોનાગ્રસ્ત હોય અને તેઓ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે ગઈકાલે તેમની ૧૫ વર્ષની દીકરીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા કેશોદમાં કોરોના પોઝિટિવ દર્દી ની સંખ્યા ૫ પર પહોંચી હતી. આ ઉપરાંત ગત રાત્રીના જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં રહેતા અને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ટીબી ના દર્દી તરીકે સારવાર લઈ રહેલા એક ૪૦ વર્ષીય પુરુષનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આમ ગઈકાલે ૧૨ કલાકમાં કુલ ૫ કેસ જિલ્લામાં પોઝિટિવ જાહેર હતા.

જ્યારે આજે સવારે જિલ્લામાં ૬ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં વિસાવદરના બરડિયા ગામે તા. ૧૭ ના રોજ મુંબઈથી આવી પોઝિટિવ જાહેર થયેલ દર્દી સાથે એક જ ડેલામાં રહેતા ૪૮ વર્ષીય મહિલા, ૨૨ વર્ષીય યુવતી, ૨૮ તથા ૨૨ વર્ષીય યુવક અને એક ૧૦ વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. જ્યારે છઠ્ઠો પોઝિટિવ કેસ કેશોદ માથી સામે આવ્યો છે, અમદાવાદમાં ફસાયેલ પરિવારને ૯ તારીખે કેશોદ લઈ આવી કોરોતાઇનમાં રહેલ એક ૫૮ વર્ષના આધેડ કોરોના ગ્રસ્ત જાહેર થયા છે.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે શુક્રવારે એકી સાથે ૫ પોઝિટિવ કેસ જાહેર થતાં અને આજે વિસાવદર પંથકના ૫ અને કેશોદમાં ૧ પોઝિટિવ કેસ જાહેર થતાં માત્ર ૨૪ કલાકમાં કુલ ૧૧ કેસ પોઝિટિવ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે, તો બીજી બાજુ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૫ પોઝિટિવ જાહેર થતાં લોકોની ચિંતામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. હાલમાં ૨૧ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેસન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે ૪ દર્દીઓ ને અગાઉ સ્વસ્થથતાં રજા આપી દેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.