કોરોના બન્યું ‘હાઈ-પ્રોફાઈલ’!!!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા સહિતના અનેક રાજકીય આગેવાનો કોરોના પોઝિટિવ બનતા ફફડાટ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ હવે દેશમાં પણ બેકાબુમા બન્યો છે. અને કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૭ લાખને પાર થઈ જવા પામ્યા છે. કોરોના હવે હાઈપ્રોફાઈલ બની રહ્યું હોય તેમ વિવિધ સ્તરનાં રાજકીય નેતાઓ પણ કોરોના પોઝીટીવ થઈ રહ્યા છે. ફિલ્મી મહાનાયક અમિતાભ બચ્ચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તમિલનાડુના રાજયપાલ બનવારીલાલ પૂરોહિત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉતર પ્રદેશ ભાજપના પ્રમુખ સ્વતંત્રદેવ સિંહ, ઉતરપ્રદેશ સરકારના મંત્રીઓ કમલારાની અને મહેન્દ્રસિંહ બાદ હવે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા પણ કોરોનાથી સંક્રમીત થયા છે. આમ કોરોના હવે હાઈ પ્રોફાઈલ બનતા હાઈ પ્રોફાઈલ વર્ગમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના રાજયપાલ બનવારીલાલ પૂરોહિત બાદ ગઈકાલ રાત્રે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. આ ત્રણેય રાજકીય મહાનુભાવોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાની જાહેરાત તેમને પોતાના એક ટવીટ દ્વારા કરીને તેમના સંપર્કમાં આવેલા રાજકીય આગેવાનો, લોકાને સેલ્ફ કવોરન્ટાઈન થવા અને જરૂર પડયે કોરોનાનો રીપોર્ટ કરાવવાની પણ રાહે આ ટવીટમાં અપીલ કરી હતી. શાહને કોરોના પોઝીટીવ આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધી ડીએમકે અધ્યક્ષ એમ.કે.સ્ટાલીન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ બંગાળના મુખ્યમંત્રી મમતાબેર્નજી સહિતના નેતાઓએ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ગઈકાલે જ ઉત્તર પ્રદેશનાં ટેકનીકલ શિક્ષણ પ્રધાન કમલરાનીનું કોરોનાના કારણે સંજય ગાંધી ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતુ. દેશમાં કોરોનાના કારણે કોઈ રાજયનાં કેબિનેટ મંત્રીનું અવસાન થયાની આ પ્રથમ ઘટનાથી રાજકીય વર્તુળોમાં શોક છવાઈ જવા પામ્યો છે. કમલારાનીના મૃત્યુને લઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો શોકની લાગણી વ્યકત કરી હતી. કાનપૂરની ધારમપૂર બેઠક પરના ધારાસભ્ય કમલારાનીના ગઈકાલે સાંજે કાનપૂરમાં કોરોનાના નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દરમ્યાન કોરોના પોઝીટીવ બનેલા ફિલ્મી મહાનાયક અમિતાભ બચ્ચન ગઈકાલે કોરોનાને મ્ત આપી સ્વસ્થ થયા છે. આ અંગેની માહિતી તેના પુત્ર અભિષેક બચ્ચને એક ટવીટ દ્વારા આપી હતી. ૭૮ વર્ષિયના અમિતાભે કોરોનાને મ્હાત આપતા તેમના પ્રશંસકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

દરમ્યાન, ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ અને યોગી સરકારમાં રાજયમંત્રી મહેન્દ્રસિંહ પણ ગઈકાલે કોરોના પોઝીટીવ જાહેર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમિલનાડુના રાજયપાલ બનવારીલાલ પૂરોહિત પણ ગઈકાલે કોરોના પોઝીટીવ જાહેર થતા તેમને સારવાર માટે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં ખસેડાયા છે. પૂરોહિતના પગલે રાજભવનનાં સ્ટાફના ત્રણ લોકોને પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. પૂરોહિતને કોરોના પોઝીટીવ આવતા તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલાની સ્વામી નાયબ મુખ્યમંત્રી ઓ.પન્નીર સેલ્વમ, ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલીન સહિતના નેતાઓએ તેમના સ્વસ્થ દીધાર્યું માટે શુભેચ્છા વ્યકત કરી હતી.

Loading...