Abtak Media Google News

આજે મધરાતી ઓનલાઈન વેરો રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલી વેરામાં વનટાઈમ સેટલમેન્ટ યોજના ર્આત વ્યાજ માફી યોજનાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં બાકી વેરા પર ચડત વ્યાજમાં ૧૫ ટકાથી લઈ ૧૦૦ ટકા સુધીનું વ્યાજ માફ કરવામાં આવશે. આજ રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી ઓનલાઈન વેરો ભરી શકાશે. તમામ સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ, યશ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની તમામ શાખામાં વેરો સ્વીકારવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા એપ્રિલ ૨૦૧૮થી મિલકત વેરામાં કાર્પેટ એરીયા મુજબની અમલવારી કરવામાં આવનાર છે. ત્યારે રૂ.૪૯૪ કરોડનું બાકી લેણું વસુલવા માટે વેરામાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે જેનો આવતીકાલી આરંભ ઈ રહયો છે. કોર્પોરેશનના તમામ છ સિવિક સેન્ટરો, ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે, પોસ્ટ ઓફિસ ખાતે, યશ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની તમામ શાખાઓમાં વેરો સ્વીકારવામાં આવશે. બાકી વેરા પર રૂ.૨૫ હજાર સુધીનું વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. જયારે ૨૫ હજાર થી ૫૦ હજાર સુધીના વ્યાજ ૫૦ ટકા માફ કરાશે અને ૫૦ હજારી લઈ ૧ લાખ સુધીના વ્યાજમાં ૨૫ ટકાની માફી આપવામાં આવશે. ૧ લાખ થી લઈ ગમે તેટલું વ્યાજ ચડતર હોય તેમાં ૧૫ ટકા માફી આપવામાં આવશે. આગામી ૧લી માર્ચી ૩૧ માર્ચ સુધી વ્યાજ માફી યોજના ચાલુ રહેશે. ત્યારબાદ સોફટવેરના અપગ્રેશન માટે ૧૦ દિવસ સુધી તમામ કામગીરી બંધ રાખવામાં આવશે અને બીજા તબકકામાં ૧૧ ી ૩૦ એપ્રિલ સુધી વ્યાજ માફી યોજના ચાલુ રહેશે. વ્યાજ માફી યોજના અંતર્ગત કોર્પોરેશનને ૩૦ કરોડ ‚પિયાની આવક ાય તેવો અંદાજ હાલ રાખવામાં આવ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બાકીદારો માટે આ અંતિમ તક છે. કાર્પેટ એરીયાની અમલવારી તરફ કોર્પોરેશન આગળ વધી રહ્યું હોય. વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે. હવે પછી મહાપાલિકા દ્વારા કયારેય વેરામાં વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવશે નહીં જો આ યોજનાનો લાભ બાકીદારો નહીં લે તો તેઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેમાં નળ જોડાણ, ડ્રેનેજ જોડાણ કપાત કરવા, મિલકત ટાંચમાં લેવી, મિલકત સીલ કરવી કે મિલકતની જાહેરા હરરાજી કરવા સહિતની કામગીરી હા ધરવામાં આવશે. લોકો ઘર બેઠા વેરો ભરપાઈ કરી શકે તે માટે આજ રાતી જ વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત ૧૨ વાગ્યા પછી ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાશે જેમાં ઓનલાઈન વેરો ભરનાર કરદાતાને વિશેષ ૫૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ભરી શકાશે: તમામ સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ, યશ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની તમામ શાખામાં વેરો સ્વીકારાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.