Abtak Media Google News

હલવો, વિવિધ પરોઠા અને ડેકોરેટીવ સલાડની સ્પર્ધા: દરેક મહિલાને રૂ૧૫૦ થી વધુની ભેટ અપાશે

જેસીઆઈ રાજકોટ યુવા, જેસીરેટ વીંગ દ્વારા કુકીંગ કોમ્પીટીશનનું આયોજન તા.૦૮/૦૩/૨૦૨૦ને રવિવારના રોજ બપોરે૩.૦૦ કલાકે ફલોરેન્સ હોસ્પિટલ,૩-જય પાર્ક, રાજનગર ચોક, પંડિત દિનદયાલ ઉપાધ્યાય માર્ગ, નાનામવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

કુકીંગ કોમ્પીટીશનમાં ૩- કેટેગરી રાખવામાં આવેલ છે. જેમાં હલવો વિવિધ પરોઠા ડેકોરેટીવ સલાડની સ્પર્ધા મહિલા માટે રાખવામાં આવેલ છે.તો આ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છુક મહિલાઓ ત્રણેમાંથી એક અથવા ત્રણેમાં ભાગ લઈ શકશે.અને આત્રણે  ડીશ ઘરેથી જ તૈયાર કરીને લઈ આવવાની રહેશે.તેમજ સ્થળ ઉપર તેમને ૧૫-મીનીટનો ડેકોરેશનનો સમય આપવામાં આવશે, તેમને ૧૫-મીનીટનો ડેકોરેશનનો સમય આપવામાં આવશે તો ભાગ લેવા ઈચ્છુક મહિલાઓએ ફોર્મ ભરવા માટે જેસીઆઈ રાજકોટ યુવા,બી -૩૦૩ પુજા કોમ્પ્લેક્ષ, હરીહર ચોક, રાજકોટ ફોન:૦૨૮૧-૨૨૩૭૧૪૯ જેસીરેટ શીલુ ચંદારાણા, ૧૦૩ ૦આદિત્ય રેસીડેન્સી, બ્રહ્મસમાજ ચોક, રાજકોટ મો.નં.૯૫૮૬૪૯ ૪૪૩૦ જેસી ક્રિના માંડવીયા, ૩૦૩-આદિત્ય રેસીડેન્સી, બ્રહ્મસમાજ ચોક, રાજકોટ (મો.નં.૯૫૩૭૨૦૧૩૭૭)નો સંપર્ક કરવાનો રહેશે ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકે તાત્કાલીક પોતાનું ફોર્મ ભરી આપવાનું  રહેશે. આ કોમ્પીટીશનની એક કેટેગરીની ફી રૂ૧૫૦/- રાખવામાં આવેલ છે. ભાગ લેનાર દરેક મહિલાને રૂ૧૫૦ની વધુની સ્યોર ગીફટ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં જજ તરીકે લીનાબેન શાહ અને રીટાબેન તન્ના રહેશે. આ પ્રોજેકટ માટે ક્રીના માંડવીયા ‚ષીતા પટેલ, મીત્તલ ઠકકર, શીલુ ચંદારાણા, રીમા શાહ, ગીરીશ ચંદારાણા મિતેશ પટેલ, નિશીત જીવરાજાણી ધારા શેઠ વગેરેએ  અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.