અયોઘ્યામાં મસ્જિદ માટે સુન્ની વકફ બોર્ડને જમીન ફાળવવા સામે મુસ્લિમ સમાજમાં વિવાદ!!

મૂસ્લિમ પર્સનલ લો બોર્ડ આ નિર્ણય સામે વિરોધ નોંધાવી સ્પષ્ટ કર્યુ કે દેશનો સમગ્ર મુસ્લિમ સમાજ આ નિર્ણયની સાથે નથી સુન્ની વકફ બોર્ડ સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરતું નથી

દયાકાઓથી વિવાદીત રામજન્મ ભૂમિ સ્થાન રામ મંદીર બનાવવા માટે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષકારોને ફાળવવાનો તાજેતરમાં ઐતિહાસિક હુકમ કર્યો હતો.

આ સ્થાને રહેલો બાબરી મસ્જિદના ઢાંચાના તોડી પાડવા બદલ મુસ્લિમ પક્ષકારોને નવી મસ્જિદ બનાવવા માટે સરકારને પાંચ એકર જમીન ફાળવવાનો પણ સુપ્રીમ કોર્ટે  આદેશ કર્યો હતો.. રામ મંદીર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવાની ગઇકાલે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ જાહેરાત કરી હતી. જે બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે બનાવવા માટે લખનૌ ગોરખપુર હાઇવે પર સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામ પાસે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને ફાળવવાની જાહેરાત કરી છે. મસ્જીદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને જમીન ફાળવવાના નિર્ણય સામે મુસ્લીમ સમાજમાં જ વિરોધ ઉભો થવા પામ્યો છે. મુસ્લિમ લો બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે સુન્ની વકફ બોર્ડ સમગ્ર મુસ્લીમ સમાજનું પ્રતિનિધિત્વ કરતું નથી. જેથી તેમને મસ્જિદ બનાવવા માટે જમીન ફાળવવાનો નિર્ણય યોગ્ય નથી.

ગઇકાલે અયોઘ્યા જન્મભૂમિ સ્થાનની ૧૮ કી.મી. દુર સુન્ની વકફ બોર્ડને મસ્જીદ બનાવવા માટે જગ્યા ફાળવવાના યોગી સરકારની જાહેરાત બાદ પોતાની પ્રતિક્રિયા આપતા ઓલ ઇન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના જણાવ્યું હતું કે સુન્ની વકફ બોર્ડે કેન્દ્ર સરકારની ઓફરને સ્વીકારી છે. પરંતુ આ નિર્ણય સુન્ની વકફ બોર્ડનો બે સમગ્ર દેશના મુસ્લીમ સમાજનો નથી. લો બોર્ડના વરિષ્ટ કાર્યવાહક સભ્ય મૌલાના યાસીન ઉસ્માનીએ સ્પષ્ટ કર્યુ હતું. કે અમો કોઇપણ સંજોગોમાં અયોઘ્યામાં મસ્જીદ બનાવવા માટે જમીન સ્વીકારવાના નથી જયારે બીજી તરફ ઓલ ઇન્ડીયા શિયા પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના યાસુબ અબ્બાસે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ઉત્તર પ્રદેશ સરકારે સુન્ની વકફ બોર્ડને મસ્જીદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

આ જમીન સ્વીકારવી કે નહીં તે સુન્ની વકફ બોર્ડની મુનસુફી છે. પરંતુ, જે કાંઇપણ નિર્ણય લેવાય તેનાથી દેશમાં શાંતિ અને કોમી એકતા જળવાય રહેવી જોઇએ તેમને સ્પષ્ટ કર્યુ હતું કે આ મુદ્દે શિયા વકફ બોર્ડનું મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સમર્થન છે.

મુસ્લીમ પર્સનલ લો બોર્ડના એક વરિષ્ટ સભ્ય ફરયાળ જીલાની એ આ મુદ્દે જણાવ્યું હતું કે મસ્જીદ માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૧૯૯૪માં ઇસ્માઇલ ફારુકી કેટકમાં આપેલા હુકમનું વિરુઘ્ધનો છે. આ હુકમમાં સુપ્રીમ કોર્ર્ટે જણાવ્યું હતું કે અયોઘ્યાની વિવાદીત ૬૭ એકર જમીન સરકારે અધિગ્રહણ કરીને જયાં મંદીર, મસ્જીદ, લાયબ્રેરી અને ધર્મશાળા બનાવવામાં આવે જો કોઇ પક્ષકાર આ મુદ્દે પોતાનો હકક જતો કરે તો આ જગ્યા તેના મુળ પક્ષકારોને પરત કરવામાં આવે જેથી, આ ૬૭ એટર જમીનમાં જ મસ્જીદ બનાવવા માટે જગ્યા ફાળવવી જોઇએ જો કે આ મુદ્દે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન ઝુફર ફારુકીની પ્રતિક્રયા મળી શકી નથી.

Loading...