જીવનમાં સુખ-શાંતિ વધારવા નકારાત્મક વિચારો પર નિયંત્રણ અત્યંત જરૂરી

મીરેકલ ઓફ થોટસ નો સારાંશ

નિરાશાની વાતો કરતી વ્યકિત પાસે વધારે સમય સુધી ઉભવું નહીં. તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો પહેલા કરતાં ઘણું સારું છે તેમજ કહેવું પાણી પણ લિજજતથી પીવું જાણે શરબત પીતા હોય તેવી રીતે પાણી પીવા સમયે એક વાત ઘ્યાનમાં રાખવી કે પાણીને હમેશા બેસીને જ પીવાનો આગ્રહ રાખવો, ઉભા ઉભા પાણી પીવાની આદતથી ગોઠણનો દુ:ખાવો થવાનું જોખમ રહેલું છે. ભૂતકાળની ભવ્યતાની વાતો પોતાના સુધી જ સીમીત રાખવી જોઇએ.  અન્ય વ્યકિત સાથે વાત કરતી વખતે જાણ થાય કે તે ગપ્પા મારે છે તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહીં. પણ મારી સમજણ કંઇક જુદી છે. તેમ કહેવાથી સંબંધ જળવાઇ રહે છે. માનવ શરીરમાં પ્રચંડ માનસિક શકિતઓ છે. જે રોગો પર ઝડપથી કાબુ મેળવી લે છે. તેને વિકસવાની તક આપવાથી ડોકટરની મુલાકાત ઓછી લેવી પડે છે. મોડી રાત સુધી જાગવું અને સવારે મોડુ ઉઠવાની ટેવથી આર્થિક અને માનસિક નુકશાન થાય છે આર્થિક વૃઘ્ધિ અટકે છે અને વિચારોમાં નકરાત્મકત્વનું પ્રમાણ વધે છે. નસીબ પ્રત્યે હંમેશા સકારાત્મક વલણ રાખવું જોઇએ. જવાબ આપવા સંભદે ‘હા’ કે ‘ના’ થી પતી શકે તો લાંબા જવાબો આપવાનું ટાળવું સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખીને કયારેય બેસી રહેવું ન જોઇએ દરેક વ્યકિતના વખાણ કરવાની એકપણ તક જતી કરવી નહીં. અન્યના ઘરનું પાણી પીવાનો સંજોગ બને તેવા સમયે તેમનો આભાર માનવો તથા પાણી મીઠું છે કહીને વખાણ કરવા જોઇએ. પ્રત્યેક વ્યકિત સાથેની વાતચીત દરમિયાન હંમેશા એક વાતનું ઘ્યાન રાખવું કે દરેક વ્યકિત અંગત નથી હોતું તેથી  અન્ય વ્યકિત પર વિશ્ર્વાસ મુકીને બધી જ વાતો કરતા પહેલા ચકાસી લેવું હિતાવહ છે. કંઇપણ નવા કાર્યની શરુઆત નુકશાન પણ કરાવી શકે છે, તેની તથા કોઇપણ સ્વજનની અણધારી વિદાયની હમેશા તૈયારી રાખવી જરુરી છે.

Loading...