Abtak Media Google News

ચમકતુ એટલું ઇમીટેશન

એન્ટી ડમ્પીંગ ડયુટી થી ચાઇનાની પ્રોડકશન સ્થાનિક માર્કેટ માટે ઉજળા સંજોગોમાં ઇમિટેશન એક દિવસનો તહેવાર નહીં બારે માસનો ધંધો

ઇમીટેશન જવેલરી માર્કેટ ભારતના અર્થતંત્રમાં પાયાનું ક્ષેત્રે છે. હાલ ભારતીય ઇમીટેશન માર્કેટમાં વિકાસની ગાડીનો વેગ જોઇ શકાય છે. ચાઇનીઝ પ્રોડકટ પર સરકાર દ્વારા ૩૫ ટકા કસ્ટમ ડયુટી લાદવાની ચર્ચા થઇ રહી છે. ઇમીટેશન જવેલરી માર્કેટમાં ચાઇનીઝ ઇમીટેશનની પ્રોડકટની નાની મોટી દરેક આઇટમસ હાલ પગ પ્રસરી ગઇ છે. સ્થાનીક વેપારીઓમાં પણ ચાઇનીઝ ઇમીટેશનની આઇટમ ખરીદી રહેતી  હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે, ભારતીય ઇમીટેશન જવેલરીની કસ્ટમ ડયુટીની કોસ્ટએ ચાઇનીઝ પ્રોડકટ પર કસ્ટમ ડયુટીની કોસ્ટથી ઓછી થશે. જે ઇમીટેશન જવેલરી માર્કેટ ખાતે વેપારીઓ ને પરવડે તે આઇટમસની ખરીદી કરી શકે તે પોતાના નફાની તકેદારીઓ ઘ્યાનમાં રાખીને ખરીદ કરતા હોય છે. માટે ભારતીય ઇમીટેશન જવેલરી માર્ર્કેટ ખાતે ધંધા વ્યાપાર ક્ષેત્રને વેગ મળી શકે છે. રાજકોટએ ઇમીટેશન જવેલરી માર્કેટનું હબ ગણવામાં આવે છે. ચાઇનીઝ ઇમીટેશન આઇટમસને પડકાર આપવા રાજકોટ ઇમીટેશન માર્કેટ ઇમીટેશન રાખડીઓની માર્કેટ પણ વિશાળ છે. રાજકોટ ખાતે ઇમીટેશન રાખડીનો વ્યાપ ખૂબ મોટો છે. સાથે દેશના વિવિધ ક્ષેત્રથી વેપારીઓ અહિ ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે ઇમીટેશન રાખડીઓની પણ લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટ પર મુજબતીથી પકડ થઇ શકે છે.

Vlcsnap 2020 07 11 10H38M55S293

રાજકોટ ખાતે ઇમીટેશન ગૃહ  ઉઘોગએ આપ બળથી ઉભુ થયું છે. જો ઇમીટેશન જેવલરી બજારનું વિવિધ રાજયોમાં અલગથી કલસ્ટર ઝોન ઉભુ કરવામાં આવે તો ઇમીટેશન જવેલરી માર્કેટ ખાતે વિકાસની પાંખોને વેગ મળી શકે છે. સાથે ટ્રાન્સપોર્ટ, રોજગારીની મોટી તકો  તેમજ અન્ય ઘણી બધી સમસ્યાઓનું સમાધાન પાસે અને ઇમીટેશન માર્કેટ દેશના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

ભારતમાં ઇમીટેશન માર્કેટ આપબળે વિકસીત: કલ્પેશભાઇ કાકડીયા-(મયંક રાખી)

Vlcsnap 2020 07 11 10H37M56S737

મયંક રાખીના માલીક કલ્પેશભાઇ કાકડીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચાઇનીઝ ઇમીટેશન રાખડીઓ તેમજ તેની અન્ય પ્રોડકટને હાલ અને ઉપયોગ કરવાનો બંધ કરી દીધો છે. માત્ર ભારતીય ઇમીટેશન જવેલરી માર્કેટને પ્રોત્સાહીત આપવાનું નકકી કર્યુ છે. તેમજ રાજકોટ ઇમીટેશન જવેલરી માર્કેટમાં રાખડી માર્કેટનો દબદબો છે. વિવિધ રાજય તેમજ વિદેશમાંથી વેપારીઓ અહિ ખરીદી કરવા આવતા હોય છે. ઇમીટેશન રાખીઓ સ્ટોન, મેટલ અને ફેન્સી ડીઝાઇનથી સજજ વિવિધ રીતે બનતી હોય છે.

ભારત ઇમિટેશન જવેલરી માર્કેટમાં વિકાસની નવી તકોનું નિર્માણ: ભુપેન્દ્રભાઇ કાનાણી (ક્રિષ્ના રાખી)

Vlcsnap 2020 07 11 10H38M18S704

ક્રિષ્ના રાખીના માલીક ભુપેન્દ્રભાઇ કાનાણીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટ ઇમીટેશન માર્કેટમાં વિકાસની નવી તકોનું નિર્માણ થઇ રહ્યું છે. લોકલ અને ઇન્ટશનેશનલ માર્કેટ પરની પકડ મજબૂત થઇ શકે છે. ચાઇનીઝ પ્રોડકટના ધંધા વ્યાપાર ખુબ જ સારી અસર કરી શકે છે. ઇમીટેશન રાખડીની હાલ સીઝન શરૂ છે તેમજ રાજકોટ ઇમીટેશન રાખડીઓનું હબ છે.

ઇમિટેશન રાખડીઓનું હબ રાજકોટ: મુકેશભાઇ ડોબરીયા (રામદેવ રાખી)

Vlcsnap 2020 07 11 10H37M43S973

રામદેવ રાખીના માલીક મુકેશભાઇ ડોબરીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ઇમીટેશન રાખડી માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી વિકસી છે. દેશના વિવિધ રાજયોથી લોકો રાજકોટ ખાતે વેપારીઓ ઇમીટેશન માર્કેટમાં આવી રાખડીઓની ખરીદી કરે છે. ચાઇના પર જો તેની ચાઇનીઝ ઇમીટેશન પ્રોડકટ પર ૩પ ટકા કસ્ટમ ડયુટી લાદવામાં આવે તો રાજકોટ રાખડીઓની માર્કેટમાં ઉચ્છાળો જોઇ શકાશે અને ઇમીટેશન માર્કેટ ક્ષેત્રે આથીંક સુધારાઓ જોઇ શકાય છે. ભારત ઇમીટેશન જવેલરી માર્કેટ ખાતે મશીનરી અત્યંત જરુરી છે જે ઇમીટેશનની દરેક આઇટમના ફીનીસીંગ અને ડીઝાઇનમાં શ્રેષ્ઠ લાવી શકે છે.

ઇમિટેશન જવેલરી માર્કેટ માટે કલસ્ટર ઝોન વિકાસની નવી પાંખો: જીજ્ઞેશભાઇ શાહ (શ્રી ઇમીટેશન)

Vlcsnap 2020 07 11 10H38M27S459

શ્રી ઇમીટેશનના માલિક જીજ્ઞનેશભાઇ શાહએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ચાઇનીંજ પ્રોડકટ પર ૩પ ટકા કસ્ટમ ડયુટી લાદવામાં આવે તો ભારતની ઇમીટેશન જવેલરી માર્કેટની કોસ્ટ તેની સમક્ષ નીચી આવી તેથી લોકલ માર્કેટથી લય ઇન્ટર નેશનલ માર્કેટમાં વ્યાપારનો વ્યાપ વધશે ચાઇના જે આજદીન સુધીનું ૩પ ટકાથી ૪પ ટકા જે ધંધા લઇ જતું તે હવે ભારતમાં ફરી વિવિધ રાજયો પાસે તક છે આ ધંધા વ્યાપારને માર્કેટમાં ફરી વિવિધ રાજયો પાસે વિવિધ ડિઝાઇનથી સજજ જવેલરીઓને માર્કેટમાં પાથવાની શકયતાઓ ઘણી ઉભી થઇ છે. સરકાર દ્વારા કલસ્ટર ઝોનની સહાય મળે તેમ જ વધુ પ્રમાણમાં સહયોગ મળે તો ભારતની તમામ ઇમીટેશન જવેલરી માર્કેટને વિકાસની નવી પાંખો મળી રહેશે. કલસ્ટર ઝોનથી ઘણા બધા ફાયદાઓ પણ થઇ શકે છે. જેમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ, રોજગારીની તકોમાં વધારો તેમજ એક જ જગ્યા પરથી ઓછા ખર્ચે વધુ નફો કરી ધંધા વ્યાપાર કરી શકાય છે.

ચાઇનીઝ માર્કેટને પડકાર આપીશ કે તેમ માર્કેટ હાલ રાજકોટ છે. અહિ ઓછા ખર્ચે સારી ગુણવંતાવાળી જવેલરીનું મેન્યુફેકચરીંગ કરી શકાય છે. હાલ ઇમીટેશન જવેલરી માર્કેટને શ્રેષ્ઠ મશીનો અને ટેકનોલોજીથી સજજ સાધનો વડે માનવશકિત દ્વારા જો કામ આપવામાં આવે તો સારી ફીનીસીંગ વાળી અને ટકાઉ ફેન્સી ઇમીટેશન જવેલરી બનાવી શકાય છે. આવનારા સમય માટે કલસ્ટર ઝોનનો જરૂરી સાથે માર્કેટ પણ એટલું જ ફાયદાકારક થઇ શકે છે.

ચાઇનીઝ ઇમિટેશન જવેલરી પ્રોડકટ પર કસ્ટમ ડયુટીનો વધારો અત્યંત જરૂરી: અલ્પેશભાઇ પટેલ (ઉષા કાસ્ટીંગ)

Vlcsnap 2020 07 11 10H37M13S246

ઉષા કાસ્ટીંગના માલીક અલ્પેશભાઇ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ચાઇનીઝ પ્રોકડટ પર ૩પ ટકા વધારો જો સરકાર લાદે તો ભારતીય ઇમીટેશન માર્કેટમાં વ્યાપારનો ઉછાળો આવી શકે છે. લોકો અને ઇન્ટશનેશનલ બન્ને માર્કેટ પર ભારતીય ઇમીટેશન માર્કેટની પકડ મજબુત બનશે. સામાન્ય વાત કરું તો માત્ર એટલી જ કે કોઇપણ પ્રોડકટ પર વધુ ટેકસ લાદવામાં આવે તો બજારમાં તેની કિંમતમાં વધારો થાય અને જે વ્યાપરી ઘ્યાનમાં રાખી તે અન્ય માર્કેટ તરફ વળી ત્યાંથી ખરીદી કરે છે.

માત્ર એક દિવસનો તહેવાર છતાં આખું વર્ષ ધમધમે ઇમિટેશન રાખડીઓ: અલ્પેશભાઇ ડોબરીયા (શ્રી મંગલમ રાખી)

Vlcsnap 2020 07 11 10H38M04S985

શ્રી મંગલમ રાખીના માલીક અલ્પેશભાઇ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાખડીનો તહેવાર એક દિવસનો હોય છે પરંતુ સીઝનની વાત કરું તો આખું વર્ષ ચાલતું હોય છે. ઇમીટેશન રાખડીઓ ની બનાવટ સુધી કાર્યરત રહેતી  હોય છે. ચાઇનીસ પ્રોડકટ પર કસ્ટમ ડયુટી લાદવાથી ઇમીટેશન માર્કેટ રાજકોટ ખાતે વિકાસનો વેગ વધશે સાથે લોકલ અને ઇન્ટર નેશનલ બન્ને માર્કેટ પર ભારતીય ઇમીશેન માર્કેટની પકડ મજબુત બનશે. રાખડીઓ ચાંદી, ઇમીટેશના ખાલી ધાગાવાળી પણ બને છે. રાખડીના ઘણા પ્રકારો છે જે હાલ રાજકોટ ઇમીટેશ માર્કેટ  ખાતે વેગમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.