Abtak Media Google News

અંબુજા સિમેન્ટ કંપની સામે ૫૦ ડ્રાઈવરોએ કામદારો ગણી લાભો આપવા અદાલતમાં દાદ માંગી‘તી

ગુજરાત અંબુજા સિમેન્ટ તેમજ અભિષેક ઈન્ડ.પ્રા.લી.કોડીનાર વિરુઘ્ધ ૫૧ ટેન્કર ચાલકોએ અંબુજા સિમેન્ટના કામદારો ગણી આપવામાં આવતા તમામ લાભો તેમજ આનુસાંગિક સવલતો માટે ઔધોગિક અદાલત રાજકોટ સમક્ષ ડીમાન્ડ કેસ દાખલ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે ગુજરાત અંબુજા સિમેન્ટ કોડીનાર દ્વારા લુઝ સિમેન્ટને ફેકટરી પ્રીમાઈસીઝથી મુળ દ્વારકા જેટી સુધી ટેન્કર મારફતે પહોંચાડવા અંગે અભિષેક ઈન્ડ. સર્વિસીઝ પ્રા.લી.ને ડ્રાઈવર પુરા પાડવા અંગેનો કોન્ટ્રાકટ આપેલો હતો. જે કરાર મુજબ અભિષેક ઈન્ડ.સર્વિસીઝ પ્રા.લી.એ મેસર્સં બગદાદી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપ્યો હતો.

કેસમાં સંકળાયેલ ૫૧ ડ્રાઈવરોની નિમણુક કરેલી હતી. આ તમામ ડ્રાઈવરો ઉપર સુપરવિઝન કંટ્રોલ અભિષેક તેમજ બગદાદી ટ્રાન્સપોર્ટવાળાનો હતો. જેથી અંબુજા કંપની અને કામદારો વચ્ચે નોકર અને માલીના સંબંધો રહેલો નથી. કંપની દ્વારા વિશેષમાં એવી રજુઆત કરવામાં આવેલી કે સંસ્થા દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાકટ માટે કાયદા હેઠળ જ‚રી એવું રજીસ્ટ્રેશન મેળવેલુ હતુ. તેમજ અભિષેક ઈન્ડ.સર્વિસીઝ પ્રા.લી.કાયદા હેઠળ કામગીરી માટે લાયસન્સ મેળવેલુ હતું. તેમજ સિમેન્ટ વેજ બોર્ડના એગ્રીમેન્ટ મુજબ લોડીંગ અનલોડીંગની કામગીરી કોન્ટ્રાકટ મારફતે કરાવવાની છુટ આપવામાં આવેલી છે.

કંપનીએ એવી રજુઆત કરેલી હતી કે લુઝ સિમેન્ટ ટેન્કર મારફતે પહોચાડવાની કામગીરી તે સંસ્થાના ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલી નથી. આમ ટેન્કર સર્વિસીઝ બંધ થવાને કારણે સંસ્થાના સિમેન્ટ સપ્લાયની કામગીરીને કોઈ અસર થાય નહીં જેથી આ કામગીરી પેરેનીયલ નેચરની કામગીરી ગણી શકાય નહીં. આમ ચાલકોની કાયમી થવાની માંગણી રદ થવાને પાત્ર છે. બંને પક્ષકારોની દલીલો તેમજ કેસમાં પડેલ પુરાવાઓ ધ્યાને લઈ ઔધોગિક અદાલતના ન્યાયાધીશે સંસ્થાની રજુઆતો ગાહય રાખી અરજદારોને કાયમી થવાની તકરાર અયોગ્ય ઠરાવી ચાલકોનો રેફરન્સ નામંજુર કરતો હુકમ કરેલો છે.

આ કેસમાં ગુજરાત અંબુજા સિમેન્ટ લી. અને અભિષેક ઈન્ડ. સર્વિસીઝ પ્રા.લી.વતી એડવોકેટ તરીકે અનિલ ગોગીયા, પ્રકાશ એસ.ગોગીયા અને સીન્ધુબેન ગોગીયા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.