Abtak Media Google News

જામનગર શહેરમાં ફાટી નીકળેલા રોગચાળા અંગે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત  કરવામાં આવી છે અને જરૃરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

વોર્ડ નંબર બારના કોર્પોરેટર વકીલ જનેબબેન ખફીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે જામનગરની સરકારી, ખાનગી હોસ્પિટલમં દરરોજ સરેરાશ ૧૦ થી ૧પ કેસો ડેન્ગ્યૂના નોંધાઈ રહ્યા છે. સરેરાશ એક વ્યક્તિ ઘર દીઠ તાવ, શરદી, ઉધરસ બીમારીમાં સપડાયા છે. જો રોગચાળા અંગે પૂરતી કાળજી લેવામાં ન આવે તો જીવલણ સાબિત થઈ શકે છે.

જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ અને આરોગ્ય શાખા જરા પણ ચિંતીત નથી, ખાસ કરીને સ્લમ વિસ્તારમાં વધુ અસર જોવા મળી રહી છે, પરંતુ કોઈ સર્વે માટે ડોકાયું નથી.

જામનગર પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એવો ઊડાવ જવાબ અપાયો કે હાલ રોગચાળાની સીઝન ચાલી રહી છે. એટલે બીમારી તો વધશે. મહાપાલિકા પાસે એક જ ફોગીંગ મશીન છે અને તેનો ઉપયોગ પણ માત્ર એક જ કલાક માટે કરવામાં આવે છે અને તે પણ સત્તાધારી પક્ષના માનીતા વિસ્તારોમાં. આમ-વ્હાલા દવલાની નીતિ અખત્યાર થઈ રહી છે.

જો સમગ્ર શહેરમાં કાળજી લેવાશે તો જ રોગચાળો અટકશે.  કચરાના પોઈન્ટ ઉપરથી કચરો નિયમિત ઉપાડવામાં આવતો નથી. ડોર-ટુ-ડોર કામગીરી પણ નિયમિત થતી નથી.  ગટરો સફાઈના અભાવે છલકાય છે. સત્વરે અસરકારક કામગીરી કરવામાં આવે તે જરૃરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.