Abtak Media Google News

શિયાળુ વાનગી, આરતી સુશોભન, સલાડ ડેકોરેશન, મહેંદી, સાડી પરિધાન જેવી અનેક સ્પર્ધાઓનો મહીલાઓએ લીધો લાભ

રાજકોટ તા.ર૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ હોલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરુપે વોર્ડ નં.૬ માં બહેનો માટે વિવિધ સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેનું દિપ પ્રાગટય રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના માન. પ્રભારી શ્રી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

અહી યોજાનાર વિવિધ સ્પર્ધાઓમાં ૧૦૦ ઉપર બહેનોઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહી શિયાળુ વાનગી, આરતી સુભોન, ગ્રીન સેલાડ, ડેકોરેશન, મહેંદી તેમજ સાડી પરીધાન હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૬ ના કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, વોર્ડ નઁ.૬ ના કોર્પોરેટર દેવુબેન જાદવ, ચેરમેન સ્ટેન્ડીગ કમીટી પુષ્કર પટેલ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલીત યોજનાઓ અને અગ્નિશાસક દળ સમિતિના ચેરમેન જાગૃતિબેન ધાડીયા તેમજ અન્ય મહેમાનો ઉ૫સ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિજેતા બનનાર તમામ બહેનોને અંજલીબેન રૂપાણી તથા અન્ય મહેમાનો હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે સ્વાતંત્ર દિવસ અને ગણતંત્ર દિવસ બેઉ અલગ અલગ વોર્ડમાં ઉજવે છે. જેથી કરીને દરેક વોર્ડના લોકોને એમાં ભાગ લેવાનો અવસર મળે તે ઉ૫રાંત દરેક વોર્ડમાં વિકાસના કામ થાય એ હેતુથી રાજકોટ મહાનગર પાલિકા અલગ અલગ વોર્ડમાં આ દિવસોની ઉજવણી કરે છે એ દિવસો અંતર્ગત આજે વોર્ડ નં.૬ ના આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણી છે. અને તે અંતર્ગત અહીં બહેનો માટેની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડે.મેયર ડો. દર્શીતાબેન શાહએ જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નારી સશકિતકરણને લઇને અનેક વિવિધ કાર્ય કરવામાં આવે છે. સ્વરાજયની ચુટણીમાં ૫૦ ટકા અનામત અને સરકારી નોકરીમાં ૩૩ ટકા અનામત રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.