Abtak Media Google News

વગર કારણે આમ આદમી કેન્સરની ઝપટે ચડે છે

રાજકોટમાં તપાસ કરતાં વેપારીઓએ જણાવ્યું કે પ્રતિબંધીત રાઉન્ડઅપ દવા ૩૫૦ થી ૩૭૫ની વચ્ચે વર્ષોથી વેચાય છે. ખેડૂતો શાકભાજી અને ચોમાસુ પાકમાં નિંદામણનો નાશ કરવા અને નિંદામણ નવું ન ઉગે તે માટે લોકપ્રિય છે. આ દવા છાંટેલા શાકભાજી ખાવાથી કેન્સર થાય તે હવે સાબીત થઈ ચૂકયું છે. આથી યુરોપ અમેરિકામાં પ્રતિબંધિત અનેક દવાઓ આપણે વધારાના હોય તેમ વેંચાય છે.

દેશના ખેડૂતો અજાણતાપૂર્વક તેનો ઉપયોગ કરે છે અને તેનો ભોગ બને છે આમ આદમી, કોઈપણ પ્રકારનું વ્યસન ન હોય તો પણ કેન્સર થાય તેવા દર્દીઓનું પ્રમાણ છેલ્લા દસકામાં ચોંકાવનારું વધી ગયું છે. કેન્સર હોસ્પિટલોના આંકડા જોવો તો તમને આશ્ર્ચર્ય થાય, આના માટે જવાબદાર આપણે રોજબરોજ ઉપયોગમાં લેતા શાકભાજી અને અનાજ છે તે તો કોના મગજમાં આવે? આવી દવાઓનું ૨૫,૦૦૦ કરોડનું ભારતમાં માર્કેટ છે, જેના લોબીંગને કારણે આ દવાઓ પ્રતિબંધિત થતી નથી. ભારત સરકારે આ તમામ દવાઓ પ્રતિબંધીત કરી બેન લગાવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.