પ્રકૃતિપ્રેમી લાભુભાઈની સ્મૃતિમાં ‘સ્મૃતિવન’નું નિર્માણ: સૌરાષ્ટ્ર યુનિ.માં મહાનુભાવોએ કર્યું વૃક્ષારોપણ

91
construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university
construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-universityconstruction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university

વિવિધ પ્રકારના આશરે ૮૫ વૃક્ષો વવાયા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેાણી, ઉપ કુલપતિ ડો.વિજય દેસાણી, અર્જૂનસિંહ રાણા, હેલીબેન ત્રિવેદી સહિતના મહાનુભાવોએ આપી ખાસ હાજરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ ઉપકુલપતિ લાભુભાઈ ત્રિવેદી ની સ્મૃતી માં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સહયોગ થી યુનિવર્સિટી ના પ્રાંગણ માં લાભુભાઈ ત્રિવેદી ઉપવન નું નિર્માણ કરાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઈબ્રેરી ની બાજુ માં ઉપવન નું નિર્માણ કરાયું છે જેમાં હાલ વિવિધ પ્રકાર ના આશરે ૮૫ વૃક્ષો વાવવામાં આવ્યા છે તેમજ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ ની સ્મૃતિ માં સ્મૃતિ વન નું નિર્માણ કરાયું છે.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડો નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો વિજય દેશાણી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના કુલપતિ અર્જુનસિંહ રાણા, લાલબહાદુર શાસ્ત્રી સ્કુલ ના સંચાલક તેમજ લાભુભાઈ ત્રિવેદી ના પુત્રી હેલીબેન ત્રિવેદી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલક મનસુખભાઇ સહિત ના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે વિવિધ શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ, સ્કાઉટ ગાઈડ્સ, એનસીસી કેડેટ્સ તેમજ રાષ્ટ્રીય સેવા આયોગ ના કેડેટ્સે મોટી સંખ્યા માં હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી લાભુભાઈ ત્રિવેદી ને યાદ કર્યા હતા તેમજ ફક્ત વૃક્ષો ની વાવણી જ નહીં પરંતુ તેમનું જતન પણ થાય તેમજ પર્યાવરણ ની જાળવણી થાય તેવા શપથ લીધા હતા.

વૃક્ષારોપણી સમગ્ર કેમ્પસમાં પ્રાકૃતિક વાતાવરણનું નિર્માણ થશે: ડો.નીતિન પેથાણી

construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university
construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university

ડો નીતિન પેથાણી  (કુલપતિ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)એ  આ તકે જણાવ્યું હતું કે આજે યુનિવર્સિટી ખાતે લાભુભાઈ ની સ્મૃતિમાં સ્મૃતિ વન નું નિર્માણ કરાયું છે જેમાં શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ને ભાગરૂપ બનાવાયા છે. તેમજ આ તકે વિદ્યાર્થી જ્યારે શાળા માં પ્રવેશે ત્યારે એક વૃક્ષ વાવે તેમજ જ્યારે ઉત્તીર્ણ થઈને જય ત્યારે એક વૃક્ષ વાવે તેવા દ્રઢ સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વૃક્ષાલય ના કારણે સમગ્ર કેમ્પસ માં પ્રાકૃતિક વાતાવરણ નહ નિર્માણ થશે જેના માટે હું લાભુભાઈ ટ્રસ્ટ તેમજ મહાત્મા ગાંધી ટ્રસ્ટ નો આભારી છું.

લાભુભાઈ ત્રિવેદી ઉપવનને અમે અમર બનાવીશું: અર્જૂનસિંહ રાણા

construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university
construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university

અર્જુનસિંહ રાણા (કુલપતિ – સ્પોર્ટ્સ યુનિવર્સિટી)એ જણાવ્યું હતું કે લાભુભાઈ મારા ગુરુ રહી ચૂકયા છે, શિક્ષણ ની જ્યોત જગાવનાર લાભુભાઈ હતા અને તેમના બાદ તેમના પુત્ર સમાં પુત્રી હેલીબેન આ જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છે જે બદલ હું તમામ લોકો ને અભિનન્દન પાઠવું છું તેમજ હું યુનિવર્સિટી બદલ વચન આપું છું કે લાભુભાઈ ત્રિવેદી ઉપવન ને અમે અમર બનાવીશું.

આપણે સૌ મળીને ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ બનાવીએ: ડો.વિજય દેસાણી

construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university
construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university

ડો વિજય દેશાણી (ઉપકુલપતિ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પરિસર માં ગ્રંથાલય ની બાજુમાં છોડ માં રણછોડ ની ઉક્તિ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે ૧૦ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો તેના અનુસંધાને લાભુભાઈ ની સ્મૃતિ માં ઉપવન બનાવાયું છે. ઉપરાંત અગાઉ નવિનદાસ સંઘવી ઉપવન નું પણ નિર્માણ કરાયું હતું. તેમણે અપીલ કરતા કહ્યું હતું કે ચાલો આપણે સૌ મળીને ગ્રીન રાજકોટ, ક્લીન રાજકોટ બનાવીએ.

ફકત વૃક્ષો વાવો નહિ તેનું જતન પણ કરો: હેલીબેન ત્રિવેદી

construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university
construction-of-remembrance-in-memory-of-natural-beneficiaries-planting-of-dignitaries-at-saurashtra-university

હેલીબેન ત્રિવેદી (સંચાલક – લાલબહાદુર શાસ્ત્રી સ્કુલ)એ જણાવ્યું હતું કે આજે લાભુભાઈ ત્રિવેદી ટ્રસ્ટ અને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સહયોગ થી યુનિવર્સિટી ના પરિસર માં વૃક્ષારોપણ કરાયું છે. તમામ વિદ્યાર્થીઓને હાર હંમેશ એક શીખ અપાય છે કે ફક્ત વૃક્ષ વાવો નહિ પરંતુ તેનું જતન પણ કરે. આ બદલ હું કુલપતિ, ઉપકુલપતિ તેમજ સમગ્ર યુનિવર્સિટી તેમજ મહાત્મા ગાંધી ટ્રસ્ટ નો આ બદલ આભાર માનું છું.

તેમણે આ તકે લાભુભાઈ ના જીવન વિશે જણાવતા કહ્યું હતું કે વર્ષ ૧૯૮૫ માં જ્યારે તેઓ ઉપકુલપતિ બન્યા ત્યારે તેઓ પ્રથમ કાર્ય વૃક્ષારોપણ કર્યું હતું. હાલ આપણે યુનિવર્સિટી ના પ્રવેશ દ્વાર થી માંડીને મુખ્ય કેમ્પસ સુધી જે ગાઢ વૃક્ષો જોઈએ છીએ તે વૃક્ષો લાભુભાઈ એ વાવેલા છે જે સતત તેમની સ્મૃતિ અપાવતી આવે છે.

Loading...