Abtak Media Google News

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી: ટ્રાફિકની સમસ્યા હલ થશે: ફિઝીબીલીટી ચેક કરવા આદેશ

સતત ટ્રાફિકથી ધમધમતા એવા પરાબજાર દાણાપીઠ સહિતના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જુની સટ્ટાબજાર પાછળ લોહાણાપરામાં આવેલા વિશાળ વોકળાની બંને બાજુ રીટર્નીંગ વોલ બનાવી સ્લેબથી પેક કરી રસ્તો બનાવવાની વિચારણા મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ અંગે અધિકારીઓની ફિઝીબીલીટી ચેક કરવા પણ સુચના આપી દેવામાં આવી છે.

આજે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, આરોગ્ય શાખાના ચેરમેન મનિષ રાડીયા સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓએ શહેરના વોર્ડ નં.૩માં દાણાપીઠમાં સટ્ટાબજાર, મોચીબજાર, બંગડી બજાર અને રૈયાનાકા ટાવર જેવા જુના નાકા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિસ્તારોના રસ્તો ખુબ જ સાંકળા છે જેના કારણે પાર્કીંગ અને ટ્રાફિકની સમસ્યા ખુબ રહે છે અને ગંદકીનું પ્રમાણ પણ વધુ રહે છે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં સટ્ટાબજાર પાછળ લોહાણાપરા વિસ્તારમાં આવેલો રાજાશાહી વખતમાં વોકળા પર સ્લેબ કરી રસ્તાની સુવિધા આપવા માટે આ વિસ્તારના વેપારીઓ તથા લતાવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના સંદર્ભે આજે સ્થળ મુલાકાત લીધી હતી.

તેઓએ ઉમેર્યું હતું કે, વિવિધ પાસાઓ તપાસી હાલ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જુની સટ્ટાબજાર પાછળના વોકળા પર બંને સાઈટ રીટેનીંગ વોલ કરી સ્લેબ બનાવી રસ્તો બનાવી શકાય કે કેમ ? તે અંગે ઈજનેરોને ફિઝીબીલીટી ચેક કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. આ વોકળાની લંબાઈ આશરે એકાદ કિલોમીટર જેટલી છે. વોકળાનો એક છેડો લોહાણાપરા વિસ્તારમાં અને બીજો છેડો પરાબજાર વિસ્તારમાંથી નિકળે છે. જો અહીં સ્લેબ બનાવી રસ્તો બની શકતો હોય તો ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે.

પુષ્કરભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, વોકળા પર સ્લેબ બનાવી રસ્તો કાઢવા માટે કોઈ વ્યકિતની મિલકત કપાતમાં ન લેવી પડે તેનું ખાસ ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે. વોકળાની મીનીમમ પહોળાઈ ધ્યાનમાં રાખી ફિઝીબીલીટી રીપોર્ટ બનાવવાની તાકીદ કરાઈ છે અને આ પ્રોજેકટ જો શકય હોય તો વહેલી તકે શ‚ થઈ જાય તે માટે પણ સુચના આપવામાં આવી છે. જો આ પ્રોજેકટ સાકાર થશે તો પરાબજાર, દાણાપીઠ, મોચીબજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં ઘણો મોટો ફાયદો થશે.

સ્થળ વિઝીટ વેળાએ ડે.કમિશનર સી.કે.નંદાણી, સીટી ઈજનેર મહેન્દ્રસિંહ કામેલીયા, વોર્ડ નં.૩ના ભાજપના પ્રભારી દિનેશભાઈ કારીયા, કોમોડીટી એકસચેન્જભાઈ રાજુભાઈ પોબા‚, ટી.બી.પાઠક, હર્ષદભાઈ વિઠલાણી, ભરતભાઈ વસા, કમલ પારેખ, સિઘ્ધાર્થ પોબા‚, રજનીકાંત પોબા‚, કમલેશ શાહ અને રાજેશભાઈ પારેખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.