Abtak Media Google News

પ્રખ્યાત ગાયિકા ડો.એમ.એસ.શુભ્ભુલક્ષ્મી અને ડો.એમ.જી.રામાચંદ્રન સિક્કામાં દેખાશે

૮ નવેમ્બરે રાતોરાત નોટબંધી બાદ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રૂ.૨૦૦૦ તેમજ રૂ.૫૦૦ની નવી નોટ બહાર પડી હતી. તો હવે કેન્દ્ર સરકાર ૧૦૦ રૂપિયાના સિકકા બહાર પાડવાની યોજના ધરાવે છે. નાણામંત્રીએ સોમવારના રોજ જાહેર કર્યું હતું કે એઆઈએડીએમકેના ફાઉન્ડર ડો.એમ.જી.રામાચંદ્રનની જન્મ શતાબ્દી અને વિખ્યાત ગાયિકા ડો.એમ.એસ.શુભ્ભુલક્ષ્મીના જન્મદિવસ નિમિતે રિઝર્વ બેંક દ્વારા રૂ.૧૦૦ની કિંમત ધરાવતા ચલણી સિકકા બહાર પાડવામાં આવશે. તામિલનાડુના મિનિસ્ટર અને ભારતરત્ન મેળવનાર ગાયકનાં સન્માનં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫ અને રૂ.૧૦નાં નવા ‚પ અને ઢાચામાં બહાર પાડશે. સેકસન ૨૪ કોઈનિંગ એકટ ૨૦૧૧ અંતર્ગત હાલ રૂ.૧૦૦ ચલણી નોટના રૂપમાં વપરાય છે ત્યારે હવે તેના સિકકા બહાર પાડવામાં આવશે. સિકકાની એક બાજુએ અશોક સ્તંભ મધ્યમાં રહેશે. જેની નીચે સત્યમેવ જયતેનું લખાણ હશે. વિશ્ર્વભારતની સૌપ્રથમ ભાષા દેવનાગરીનું લખાણ હશે જેની બાજુમાં રૂપિયાનો ચિહ્ન અને કિંમત રૂ.૧૦૦નું લખાણ આપવામાં આવશે. સિકકાની બીજી તરફ ડો. એમ. એસ. શુભ્ભુલક્ષ્મીનું ચિત્ર હશે. જેમાં દેવનગરી ભાષામાં તેમની જન્મસાલનું લખાણ લખવામાં આવશે. ‘ઈન યર ૧૯૧૬ ટુ ૨૦૧૬’ તો સિકકાની બીજી ડિઝાઈનમાં ડો.એમ.જી.રામાચંદ્રનનું ચિત્ર સાથે દેવનગરી ભાષામાં તેમની જન્મસાલ ‘૧૯૧૭ ટુ ૨૦૧૭’ લખવામાં આવશે. આ ધાતુના સિકકામાં ૫૦ ટકા ચાંદી, ૪૦ ટકા કોપર, ૫ ટકા નિકેલ અને ૫ ટકા ઝીંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.