Abtak Media Google News

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઓપીડી સારવાર માટે દર્દીઓ આવતા હોવાથી કેશબારી અને દવાબારી પર ભારે ભીડ થતી હોવાની ઉઠેલી ફરિયાદના નિવારણ માટે તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જાત નિરિક્ષણ કરી કેશબારી અને દવાબારી પર થતી ભીડ ઓછી કરી દર્દીઓને સરળતા અને વિના વિલંબ સાથે દવા મળી રહે.Img 20190415 Wa0012 તે માટે કેશબારી અને વિભાગ મુજબ દવાની બારી વધારવા વિચારણા કરી હતી અને ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે વધારાની સગવડ ઉભી કરવામાં આવનાર છે. સિવિલ હોસ્પિટલમાં શરદી અને ઉધરસના વધુ દર્દીઓ આવતા હોવાથી શરદી અને ઉધરસના દર્દીઓ માટે અલગ જ કેશબારી બનાવવામાં આવનાર હોવાનો નિર્દેશ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.