Abtak Media Google News

દરમિયાન પોરબંદર હાવડાજામનગરબાંદ્રા, ઓખાતુતીકોરિન, ઓખાજયપુર અને ઓખાવારાણસી એકસપ્રેસ ટ્રેનમાં વધુ કોચ લગાવાશે

મુસાફરોની વધતી જતી સંખ્યા અને લાંબા વેઈટીંગ લિસ્ટને લઈ પશ્ચીમ રેલવે દ્વારા રાજકોટ મંડલથી ઉપડતી ૫ જોડી એકસપ્રેસ ટ્રેનમાં ફેબ્રુઆરી મહિનામાં વધુ કોચ લગાવાશે. રાજકોટ મંડલ રેસ પ્રબંધક પી.બી.નિનાવેને આ અંગે જણાવ્યું કે, ટ્રેન નં.૧૨૯૦૫ પોરબંદર હાવડા એકસપ્રેસમાં ૩ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી તથા ૧૨૯૦૬ હાવડાપોરબંદર એકસપ્રેસમાં ૫ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લગાવવામાં આવશે.

આ સાથે ટ્રેન નં.૧૯૨૧૮ જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં ૩ ફેબ્રુઆરી થી ૨ માર્ચ સુધી બે વધુ કોચ, એક ૩ ટાયર અને એક સેકન્ડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ,૧૧,૨૨,૨૪ ફેબ્રુઆરીએ માત્ર એક સ્લીપર કોચ લાગશે. જયારે ૧૩ ફેબ્રુઆરીએ એક ૩ એસી કોચ લગાવવામાં આવશે. આ રીતે ૧૯૨૧૭ બાંદ્રાજામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં ૨ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી બે વધુ કોચ, એક ૩ ટાયર એસી અને એક સેકન્ડ સ્લીપર કોચ લગાવાશે. તા.,૧૦,૨૧,૨૩ ફેબ્રુઆરીએ માત્ર એક સેકન્ડ સ્લીપર તથા ૧૨ ફેબ્રુઆરીએ એક ૩ ટાયર એસી કોચ લગાવાશે.

ટ્રેન નં.૧૯૫૬૮ ઓખાતુતીકોરિન વિવેક એકસપ્રેસમાં ૭ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી તથા ૧૯૫૬૭ તુતીકોરિનઓખા વિવેક એકસપ્રેસમાં ૧૦ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લાગશે. ટ્રેન નં.૧૫૯૭૩ ઓખાજયપુર એકસપ્રેસમાં ૪ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી તથા ૧૯૫૭૪ જયપુરઓખા એકસપ્રેસમાં ૫ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લાગશે. આ ઉપરાંત ટ્રેન નં.૨૨૯૬૯ ઓખા વારાણસી એકસપ્રેસમાં ૭ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી તથા ૨૨૯૭૦ વારાણસી ઓખા એકસપ્રેસમાં ૯ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લગાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.