Abtak Media Google News

પછાત વિસ્તારોમાં કોર્પોરેશન નિ:શુલ્ક ડસ્ટબીન આપશે: કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ પણ ડસ્ટબીન ખરીદવા માટે કરાશે

ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવાના જાહેરનામાની આગામી ૧લી જૂની અમલવારી ઈ રહી છે. ત્યારે મહાપાલિકા દ્વારા શહેરીજનોને અલગ અલગ ડસ્ટબીન લેવા અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ પાંચ વર્ષ કે તેી વધુ સમયગાળા દરમિયાન એડવાન્સ ટેકસ ભરતા પ્રામાણીક કરદાતાને મફતમાં ડસ્ટબીન આપવાની વિચારણા પણ હાલ ચાલી રહી છે.

ભીનો અને સુકો કચરો અલગ અલગ એકત્ર કરવા માટે ઘર દીઠ બે અલગ અલગ ડસ્ટબીન રાખવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે અને આ અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાની અમલવારી પણ આગામી ૧લી જૂની વા જઈ રહી છે. ત્યારે ડસ્ટબીન માટે મ્યુનિ.કમિશનરે લોકભાગીદારીનો રસ્તો અપનાવ્યો છે. જેમાં શહેરની સેવાકીય અને સામાજિક સંસઓએ મફતમાં ડસ્ટબીન આપવાની તૈયારી દર્શાવી છે.

પાંચ વર્ષ કે તેી વધુ સમયગાળાી એડવાન્સ ટેકસ ભરત કરદાતાને પ્રોત્સાહિત કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ ૨ ડસ્ટબીન આપવામાં આવશે. બીજી તરફ નગરસેવકોને વિકાસ કામો માટે વાર્ષિક ‚ા.૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેનો ઉપયોગ મોટાભાગના નરગસેવકો બાકડા કે, સાઈન બોર્ડ મુકવા પાછળ કરી નાખતા હોવાનું અનેકવાર પ્રકાશમાં આવ્યું છે. નગરસેવકોને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ખરો ઉપયોગ ાય તે માટે ગ્રાન્ટમાંી ડસ્ટબીનની ખરીદી કરવાની પણ વિચારણા શ‚ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.