Abtak Media Google News

આજે આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ

જાફરાબાદના ઝાંપોદરા, ખાખબાઇ, ઉચૈયા, નાગેશ્રી વિસ્તારમાં ગીધોનો વસવાટ

ગીધની જોડી વર્ષમાં એક જ વાર ઇંડુ આપે છે

પર્યાવરણના પ્રકૃસ્તિ સફાઇ કામદાર ગણાતા ગીધ જાગૃતતા દિવસ (આંતરરાષ્ટ્રીય) આ એક એવો દિવસ નકકી કરવામાં આવેલો છે. સપ્ટેમ્બરના પહેલો શનિવાર એટલે ગીધ દિવસ.

અમરેલી જીલ્લામાં રાજુલા જાફરાબાદના ઝાંપોદરા, ખાખબાઇ, ઉચૈયા, નાગેશ્રીમાં ગીધ કોલોની આવેલી છે આ ગીધો આખી દુનિયામાં ૯૯ ટકા ગીધો નાશ પામ્યા છે. માનવ સર્જીત ડાયકલો ફેનાક દવાથી આ વિસ્તારમાં ગીધોની સારી એવી સંખ્યા છે. આ ગીધો ટકવાનું કારણ સિંહો છે સિંહ શિકાર કરે એટલે ગીધોને ખોરાક મળી જાય છે. એટલે આ વિસ્તારમાં ગીધો ટકયા છે. વાડીના માલીકો ગીધોને સાચવે છે. આ ગીધો જુના પીપળા- નાળીયેરી જે રપ-૩૦ ફુટ ઉચાઇ હોય ત્યાં નદી કિનારે રહે છે. કોઇપણ માલ ઢોર મરી જાય તો એકાદ કલાકમાં સફાચટ કરી નાખે છે. જો ગીધ ન હોય તો આ માલઢોર મરી જાય અને ખુલ્લામાં પડીયા રહેતો મચ્છર, ઉદર, બેકટેરીયા અને વાયરસ પેદા થાય છે. જે માનવ જાતિ માટે એક ખતરાની નિશાની છે. માટે ગીધ એક માનવ જાતિ માટે એક પર્યાવરણની કડી છે એટલે જ કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાય છે.

આ ગીધ ઉ૫ર ર૦ વર્ષથી કામ કરી રહેલા પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન (માનવ) વિપુલભાઇ લહેરી ગીધોનું સંવધન, ગીધોની જાળવણી અને લોકો સુધી લોકો જાગૃતતાનું કામ કરી રહ્યા છે. આ વર્ષ કોરોનાને કારણે પ્રોગામો બંધ છે. નહીંતર સ્કુલના બાળકોની રેલી, નિબંધ યોજે છે. પોતાની બનાવેલી ગીધો ઉપરની ડોકયુમેન્ટરી અને તસ્વીર પ્રદર્શન પણ કરે છે.

સપ્ટેમ્બર માસનો પ્રથમ શનિવાર એટલે કે આજે ઇન્ટરનેશનલ ગીધ જાગૃતતા દિવસ આખી દુનિયામાં આ દિવસ ઉજવાય છે. રામાયણ કાળમાં જટાયુ તરીકે ઓળખાતા ગીધ રાજ ની કહાની છે. આ વિસ્તારમાં ગીધની ઝાલી છે. આશરે ૬૦-૭૦ ગીધો આ વિસ્તારમાં છે. ગીધો ૩૬ હજાર ફુટ ઉપર ઉડી શકે છે. તેવી નોંધ પણ છે. ૧૦૦ કી.મી. વિસ્તારમાં ખોરાકની શોધમાં જાય છે. ગીધની જોડી વર્ષમાં અક જ વાર ઈંડુ આપે છે. તેમાંથી બચ્ચુ બહાર નીકળે ને ૧૦૦ દિવસમાં ઉડવા માંડે છે. ગીધ ખોરાક ખાઇલે એટલે તેનો પેશાબ તેના જ પગ ઉપર કરે છે. જેથી કિટાણુઓ મરી જાય છે. તેમના પગ સલામત રહે છે. તેમ રાજુલા નેચર કલબ પ્રમુખ વિપુલ લહેરીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.