મોરબીમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ : ઠેર-ઠેર આવકાર

morbi
morbi

મતગણતરી સ્થળેથી શરૂ થયેલ વિજય સરઘસમાં ૨૦૦થી વધુ કારનો કાફલો

મોરબીની ત્રણે-ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય થતા મતગણતરી સ્થળેથી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ કારનો કાફલો જોડાયો હતો.ગઈકાલે મતગણતરી બાદ મોરબી માળીયા બેઠકમાં બ્રિજેશભાઈ મેરજા, ટંકારા પડધરી બેઠકમાં લલિતભાઈ કગથરા અને વાંકાનેર બેઠક ઉપર સીટીંગ ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા વિજય નિવડતા ત્રણેય ઉમેદવારોનું સયુંકત વિજય સરઘસ નીકળ્યું હતું.

ધુટુ રોડ ઉપર મતગણતરી કેન્દ્રથી શરૂ થયેલ વિજય સરઘસ એક કિલોમીટરથી પણ વધુ લાબું હતું અને ૨૦૦ જેટલી કાર આ વિજય સરઘસમાં જોડાઈ હતી.

દરમિયાન આ વિજય સરઘસ ઘુટુ રોડથી શરૂ કરી મહેન્દ્રનગર, માળીયા ફાટક, ત્રાજપર ચાર રસ્તા, ગેંડા સર્કલ, નટરાજ ફાટક, પુલ ઉપર થઇ ખાટકીવાસ ચોક,ત્રિકોણબાગ, નહેરુગેટ ચોક, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ થઈ ટંકારા તરફ ગયું હતું.

આ વિજય સરઘસનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત થયું હતું અને લોકોએ વિજેતા ઉમેદવારોને ફૂલડે વધાવી મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યા હતા.

Loading...