Abtak Media Google News

૧૦૦૦ કાર્યકરો સાથે બંને વિજય ઉમેદવારોના વાજતેગાજતે વિજય સરઘસ નિકળતા શહેરીજનોએ ફુલડે વધાવ્યા

ગત તા.૧૦મીએ ભાયાવદર નગરપાલિકાની યોજાયેલ પેટા ચુંટણીમાં ૫૦ ટકા જેવું મતદાન થયા બાદ આજે સવારે ભાયાવદર નાયબ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મત ગણતરીમાં કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો વિજય થતા ભાજપની છાવણીમાં સનસનાટો વ્યાપી ગયો હતો. જયારે વિજય થનાર કોંગ્રેસના બંને ઉમેદવારોના ૧૦૦૦ કાર્યકરો સાથે ભવ્ય વિજય સરઘસ નિકળેલું હતું.

ભાયાવદર નગરપાલિકા વોર્ડ નં.૪ અને ૭ના સદસ્યોએ રાજીનામા આપ્યા બાદ યોજાયેલી પેટા ચુંટણીમાં વોર્ડ નં.૪ અને ૭માં ભાજપ અને કોંગ્રેસની સીધી ટકકર થવા પામેલ. ૧૦મીએ મતદાન થતા ૫૦ ટકા જેવું મતદાન થવા પામેલ હતું. આજે સવારે ભાયાવદર નાયબ મામલતદાર કચેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગોવિંદસિંહ રાઠોડ અને ઉપલેટાના મામલતદાર એ.એમ.ભડાણીયા તેમજ સ્ટાફની હાજરીમાં યોજાયેલ મતગણતરીમાં વોર્ડ નં.૪ માં ૧૨૪૪ મતમાંથી કોંગ્રેસના અસ્મીતાબેન સંજયભાઈ ડઢાણીયાનો ૭૬૫ મતે વિજય થયેલ હતો. જયા ભાજપના ઉમેદવારની ડિપોજીત જપ્ત થઈ હતી. જયારે વોર્ડ નં.૭માં ૧૦૦૮ મતમાંથી કોંગ્રેસના વિરાભાઈ ખીમાભાઈ બાટા ઉર્ફે મનુભાઈનો ૨૧૦ મતે વિજય થતા ભાજપના વોર્ડ નં.૪ના વિલાસબેન વિજયભાઈ માકડિયા અને વોર્ડ નં.૭ રમેશભાઈ અરજણભાઈ દાફડાનો પરાજય થતા ભાજપની છાવણીઓમાં પડી ગયેલ હતો. જયારે કોંગ્રેસમાં જશ્નનો માહોલ છવાયો હતો. ભાયાવદર નગરપાલિકાની પેટાચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પોત પોતાના ઉમેદવારો વિજયની વરમાળા પહેરે તે માટે બંને પક્ષોએ શામ-દામ-દંડની નીતિ અપનાવી હતી પણ પ્રજાના જનાદેશ કોંગ્રેસ તરફી રહેતા આગામી ૨૦૧૭ના એન્ડમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ માટે કપરા અડાણ સાબિત થાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.