Abtak Media Google News

પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભા બેઠક વાઈઝ આપ્યો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ: પેટ્રોલ પર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વસુલાતો કમરતોડ વેરો ન ભર્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેલરના ભાવ સતત ઘટી રહ્યા છે છતાં કેન્દ્ર સરકારની નફાખોર વૃતિના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબયા છે. જેના વિરોધમાં આજે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા બેઠક વાઈઝ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વસુલવામાં આવતો કમરતોડ વેરો ભરપાઈ ન કરી કોંગ્રેસના નેતાઓએ માત્ર રૂ.૩૫ માં ૧ લીટર પેટ્રોલ પુરાવ્યું હતું.વિધાનસભા૭૧ બેઠકમાં આજે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે રાજકમલ પેટ્રોલ પંપ પાસે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જયાં કોંગ્રેસના નેતાઓએ પેટ્રોલીયમ પેદાશો પર સરકાર દ્વારા વસુલવામાં આવતા આકરા વેરાનો એક પણ રૂપિયો જમા કરાવ્યા વગર માત્ર રૂ.૩૫માં ૧ લીટર પેટ્રોલ પુરાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભા૭૦ બેઠકમાં કોંગી આગેવાન ગોપાલભાઈ ઉનડકટની આગેવાનીમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. વિધાનસભા૭૧માં વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં આપવામાં આવેલા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, પરેશ હરસોડા, રવજીભાઈ ખીમસુરીયા, યોગેન્દ્રસિંહ રાણા, મથુરભાઈ માલવી, છગનભાઈ ચાવડા, ગેલાભાઈ મુછડીયા, હેમતભાઈ પરમાર, દિવ્યેશભાઈ આહિર, અશોકભાઈ બેડવા, બિપીનભાઈ અગ્રાવત, રાજુ ભદ્રકીયા, કરશન મકવાણા, ચેતન માણસુરીયા, પ્રવિણ ડેડાણીયા, જયંતી રાઠોડ, રાજુ કાઠી, જીવા ચાવડા, મંગા લુણાસીયા, વાલા રાઠોડ, રાજુ સાગઠીયા, મનુભાઈ બગડા, હકાભાઈ સાગઠીયા, આણંદ ચાવડા, કેતન વ્યાસ, ભરત ડાંગર, પાયલ સોલંકી, પ્રકાશ વર્મા, અશોક પટેલ, ખોડાભાઈ પારઘી, નરેશ મકવાણા, નરેન્દ્રસિંહ રાણા, રાજુ ગરચર, સવજી વાડોલીયા, મહેન્દ્ર હદવાણી, અશોક મકવાણા, ડી.કે.માટીયા, ભગત ગઢવી, પ્રશાંત પટેલ, કાનાભાઈ માલધારી, પ્રકાશભાઈ વેજપરા જયારે વિધાનસભા૭૦માં ગોપાલભાઈ અનડકટની આગેવાનીમાં આવેલા કાર્યક્રમમાં ઘનશ્યામસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર, જીજ્ઞેશ જોષી, નિલેશ ગોહિલ, રણજીત મુંધવા, દર્શન ગૌસ્વામી અને મનોજ સાગઠીયા સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.