Abtak Media Google News

ભાજપને ખૂલ્લો પાડવા બાબતે નેતાઓમાં ‘એક ગામ ભણી’ અને ‘બીજો સીમ ભણી’ ખેંચે તેવો ઘાટ!

વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસે સોશ્યલ મીડિયા ઉપર વધુ ભાર મુકવાનું શ‚ કર્યું છે. જેના અંતર્ગત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જેટલો ખર્ચ કરવામાં આવે તેનો ૫૦ ટકા હિસ્સો સોશ્યલ મીડિયાના પ્રચાર ઉપર પણ વો જોઈએ. આ સુચન તેમણે કોંગ્રેસ અધ્યક્ષતાના રાજકીય સલાહકારને ઉદેશીને કર્યું હતું. એક તરફ ભાજપ છેલ્લા

લાંબા સમયી સોશ્યલ મીડિયા ઉપર એકટીવ રહે છે અને તમામ બાબતો સોશ્યલ મીડિયા ઉપર શેર કરવામાં આવે છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ તમામ નેતાઓને સોશ્યલ મીડિયા પર એકટીવ રહેવા અને તમામ મીટીંગો તેમજ નિર્ણયોને લોકો સુધી પહોંચાડવા માટે સોશ્યલ મીડિયાનો પુરતો ઉપયોગ કરવા કહ્યું હતું. હાલના સમયમાં યુવાનો સોશ્યલ મીડિયાનો સૌી વધુ ઉપયોગ કરે છે અને આ માટે જ હવે રાજકીય પક્ષો પણ આધુનિક બની રહયાં છે. તેવામાં ભાજપને પગલે કોંગ્રેસ પણ આઈટી સેલને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ કામગીરીના ભાગ‚પે જ ચૂંટણી પ્રચારના અડધો અડધ ‚પિયા સોશ્યલ મીડિયા પાછળ ખર્ચવાનો નિર્ણય કર્યો છે.

વધુમાં કોંગ્રેસના આઈટી સેલને લોકોમાં ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને ગુનાહિત બાબતો અંગે જાગૃતતા ફેલાવવાના સુચનો આપવામાં આવ્યા હતા. જો કે, અહેમદ પટેલે આ ઉદ્દેશ્યનો વિરોધ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે નેગેટીવ કેમ્પેઈન શ‚ કરવાના બદલે હકારાત્મક વિચારધારા ઉપર ચાલવું જોઈએ અને લોકોમાં સારી બાબતો અંગે જાગૃતતા આવે તેમજ લોકઉપયોગી વાતો ાય તો કોંગ્રેસની સારી છાપ

ઉભી શે. પરંતુ જો માત્ર નેગેટીવ કેમ્પેઈન કરવામાં આવશે તો તેની માઠી અસર રહેવાની સંભાવના છે.આઈટી સેલની એક બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે કહ્યું હતું કે, ભાજપના ઉમેદવારોને ઉઘાડા પાડવા માટે કામગીરી વી જોઈએ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને તાકીને કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ પાસે ભાજપ જેટલું ફંડ ની પરંતુ કોંગ્રેસના કાર્યકરોમાં ક્રિએટીવીટી છે જેનો ઉપયોગ કરીને ભાજપના ઉમેદવારોને ઉઘાડા પાડવા જોઈએ પરંતુ આ નિવેદન બાદ કોંગ્રેસમાં એક તાણે ગામ ભણી અને એક તાણે સીમ ભણી જેવો ઘાટ સર્જાતા ભરતસિંહ સોલંકીના આ સુચનનો અહેમદ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરતસિંહે કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાત ચૂંટણી પ્રચારમાં જેટલો ખર્ચ ાય તેમાં સોશ્યલ મીડિયા માટે ૫૦ ટકા હિસ્સો રાખવો જોઈએ અને ભાજપ ૧૦ હજાર પ્રોફેશન રોકીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે કોંગ્રેસે પણ આઈટી સેલમાં કાર્યકરોની સંખ્યા વધારવી જોઈએ. જો કે, અહેમદ પટેલે તેમના પ્રવચનમાં આ વાતનો છેદ ઉડાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ખર્ચે ચૂંટણી લડવા માટેનું શ્રેષ્ઠ સાધન સોશ્યલ મીડિયા છે.

વધુમાં પટેલે ઉમેર્યું હતું કે, આપણા હરિફોનું એક જ લક્ષ્ય છે કે, સોશ્યલ મીડિયા મારફતે ભ્રમ પેદા કરી સત્તા મેળવવી, આ હેતુ માટે ભરપુર નાણાનો પણ ઉપયોગ ાય છે પરંતુ કોંગ્રેસે વિવેકપૂર્ણ ભાષામાં તેને સીધો જવાબ આપવો જોઈએ અને આપણી લીટી લાંબી કરવાની છે કોઈની ટૂંકી કરવાની ની. આ બાબત પરી સ્પષ્ટ યું હતું કે, સોશ્યલ મીડિયા બાબતે પણ કોંગ્રેસમાં મતભેદો ચાલી રહ્યાં છે.

હજુ વિધાનસભા ચૂંટણીને ોડો સમય બાકી છે તેવામાં જ પહેલા શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા બાબતે વિવાદો ઉઠયા હતા અને હવે આઈટી સેલની મહત્વની મીટીંગમાં પણ કોંગ્રેસના બે મોટા ગજાના નેતાઓમાં મતભેદો જોવા મળતા હજુ કોંગ્રેસમાં આંતરીક પરિસ્િિતમાં કોઈ સુધારો આવ્યો ની તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

એક તરફ ભાજપ સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરીને દરેક લોકો સુધી સરળતાી પહોંચી રહ્યું છે તો બીજી તરફ આઈટીનું કેમ્પેઈન શ‚ કરતા પહેલા જ કોંગ્રેસની વિચારધારામાં અલગતા જોવા મળી રહી છે.

ડિજીટલાઈઝેશન શ‚ તા દરેક લોકો પાસે ઈન્ટરનેટની સુવિધા છે અને મોટાભાગની કામગીરીઓ ઓનલાઈન ાય છે. તેવામાં રાજકીય પક્ષો દ્વારા પણ સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપ સૌી આગળ છે. એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપને દરેક ક્ષેત્રમાં પહોંચી વળવા માટે કોંગ્રેસ દ્વારા કવાયત હા ધરવામાં આવી છે પરંતુ હજુ કયાંકને કયાંક કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચાલી રહ્યો છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તેમાં પણ મોટાગજાના નેતાઓ વચ્ચે મતભેદો જોવા મળી રહ્યાં હોવાી આ મુદ્દો સ્પષ્ટ ઈ રહ્યો છે.

આઈટી સેલની બેઠકમાં ભાજપના નેતાઓને ઉઘાડા પાડવા બાબતે ભરતસિંહ સોલંકી દ્વારા ભાર મુકવામાં આવ્યો હતો. તો બીજી તરફ અહેમદ પટેલે આ મુદ્દાનો છેદ ઉડાવતા કહ્યું હતું કે, કોંગ્રેસે નકારાત્મક પ્રચારની દિશામાં કામ કરવું ન જોઈએ, જો હકારાત્મક બાબતોને સોશ્યલ મીડિયામાં આવરી લેવામાં આવશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસની પ્રતિષ્ઠાને શે અને લોકોને પુરતી જાગૃતતા મળી રહેશે. માટે કોંગ્રેસે બીજાની લીટી ટૂંકી કરવાના બદલે પોતાની લીટી લાંબી કરવાની દિશામાં વિચારવું જોઈએ અને પક્ષ હકારાત્મક વિચારધારા સો કેવી રીતે આગળ વધે અને લોકો સુધી પહોંચે તે દિશામાં પુરતુ ધ્યાન આપવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.