Abtak Media Google News

સ્થા. સ્વરાજયની ચૂંટણીના ઢોલ વાગતા જ ખેલૈયાઓ મેદાનમાં

જિલ્લા પ્રભારી પૂર્વ સાંસદ રાજુ પરમારે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત ક્ષ વફાદાર, પ્રમાણિક વ્યક્તિને ટિકિટમાં અપાશે પ્રાધાન્ય

કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાયેલા અને પરત કોંગ્રેસમાં આવનારને પણ  કોંગ્રેસ દ્વારા  કોઈ પણ ભોગે આગામી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહી આવે  તેમ કોંગ્રેસના રાજ્ય સભાના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર જામનગરમાં જણાવ્યું હતું ગુજરાત રાજ્યમાં મહાનગર પાલિકા, પંચાયતોની  ચૂંટણી ઓ નજીક આવી રહી છે, ત્યારે  કોંગ્રેસ પક્ષ દ્વારા દ્વારા ચૂંટણી અંગે તૈયારી ઓ શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી જીતેન્દ્ર બધેલ, જામનગર નો જેમને હવાલો સોપાયો છે તેવા પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, પીઢ અગ્રણી ખુરશીદ સૈયદ, ચંદ્રિકાબેન ચુડાસમા એ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે,  બેરોજગારી, વેપાર-ધંધા-ઉદ્યોગો ઠપ થઈ ગયા, ચારે તરફ દરેક ચીજવસ્તુઓમાં અતિશય મોંઘવારી જેવા મુદઓ સાથે પ્રજા સમક્ષ કોંગ્રેસ ભાજપ શાસનની નિષ્ફળતા દર્શાવશે, આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલોમાં આગના બનાવો, ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર પણ પ્રજા માટે સમસ્યારૂપ બની રહી હતી. દસ-દસ મહિનાથી શાળાઓ બંધ હોવા છતાં ખાનગી શાળાઓમાં ભાજપ સરકાર ફી માફી અંગે કોઈ રાહત આપી શકી નથી.

શહેરમાં સફાઈની સમસ્યા, પાણી વિતરણની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપ સાથે કોંગી નેતાઓએ જણાવેલ કે હવે લોકોના મનની વાત રજૂ કરવા માટે કોંગ્રેસ દ્વારા ‘હેલ્લો’ જામનગર કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં મો.નં. ૯૦૯૯૯ ૦રરપપ ઉપર લોકો તેમના વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ, પ્રશ્નો રજૂ કરી શકશે અને આ મુદ્દાઓને ધ્યાને લઈને કોંગ્રેસ તેનો ચૂંટણી પ્રચાર કરશે. એટલું જ નહીં, જો કોંગ્રેસનું શાસન આવશે તો આ તમામ સુવિધાઓ, સમસ્યાઓનું નિરાકરણ કરવાને પ્રાથમિક્તા આપવામાં આવશે.

જામનગર મહાનગર-પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટે તમામ વર્ગ માંથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ  જણાવી કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું  કે રાષ્ટ્રીય સ્તરેથી એકદમ સ્પષ્ટ આદેશા સાથેની  ગાઈડલાઈન  છે તે પ્રમાણે કોંગ્રેસ માં વર્ષો થી વફાદારી અને વિચારધારા સાથે કામ કરનાર, પ્રમાણિક ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસ માંથી ચૂંટાઈને ભાજપમાં ગયેલા જો પાછા કોંગ્રેસમાંથી ટિકિટ માંગશે તો તેમને ટિકિટ આપવામાં આવશે નહીં

ટિકિટ આપતા સમયે ઉમેદવારની પસંદગીમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવશે. તેમજ દરેક વર્ગમાંથી સારા અને પ્રજામાં લોકપ્રિય હોય તેવા શિક્ષીત, યુવા ઉમેદવારોને ટિકિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકા વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઈ ખફી, પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, જશવંતસિંહ ભટ્ટી, મહિલા કોંગ્રેસ ના  પ્રમુખ રંજનબેન ગજેરા, કે. પી. બથવાર, પ્રવક્તા ભરતભાઈ વાળા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં.

કોંગ્રેસેની ‘હેલ્લો જામનગર’ કાર્યક્રમથી શરૂઆત

Img 20210106 Wa0038

જામનગરમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલ પ્રભારી રાજુભાઇ પરમાર,ચંદ્રિકાબેન ચુડાસમા અને ખુરસીદભાઈ સૈયદ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાયાની સાથે જામનગરમાં ‘હેલ્લો જામનગર’ કાર્યક્રમ યોજી વધુ બેઠકી જીતવાના ભાગરૂપે પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ નવતર પ્રયોગથી આગામી ચૂંટણીમાં પરિવર્તન લાવવાના હેતુથી પ્રજાને આહવાન કર્યું છે. બેનરોમાં એવા લખાણથી ટકોર કરવામાં આવી હતી કે, કોરોના કાળમાં વેન્ટીલેટરને બદલે ધમણ, સરકારી હોસ્પિટલમાં સારવારને બદલે ખાનગી હોસ્પિટલમાં લૂંટ, હોસ્પિટલમાં ઓછા બેડને બદલે ધક્કા, સરકારી સ્કૂલોના અભાવે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવવા વાલીઓ મજબૂર તેમજ પાણી,સફાઈ ગંદકી અને ટ્રાફિક જેવી સમસ્યાઓથી આમ જનતા તંગ અને અગ્નિકાંડમાં પોતાના સ્વજન ગુમાવનાર પ્રજાનો અવાજ ઉઠાવવા કોલ આપ્યો હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.