Abtak Media Google News

વોર્ડ ઓફિસર, એસઆઈ અને એસએસઆઈને બાવડા પકડી કોન્ફરન્સ રૂમમાંથી બહાર કાઢી વોર્ડમાં તગડયા: ડીએમસી અરૂણ મહેશ બાબુ અવાચક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જુનના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સરકારી કચેરીઓના અધિકારીઓ પાસે અન્ય કોઈ કામ ન હોય તેમ વડાપ્રધાનના કાર્યક્રમ માટેની તૈયારીઓમાં જ દિવસભર ગળાડુબ રહે છે. Vlcsnap 2017 06 23 13H38M39S151આવતીકાલે રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજી નદી શુદ્ધિકરણ મહાઅભિયાનનો પ્રારંભ થવાનો છે. જેના સંદર્ભે આજે ડેપ્યુટી મ્યુ.કમિશનર અ‚ણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી વોર્ડ ઓફિસર, એસઆઈ, એસએસઆઈની મીટીંગમાં વિપક્ષ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો હતો. કોન્ફરન્સ ‚મમાંથી તમામ અધિકારીઓને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના કોંગી કોર્પોરેટરોએ બહાર કાઢી વોર્ડમાં તગડયા હતા.

વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે કેટલાક અરજદારોએ વિપક્ષ કાર્યાલય ખાતે આવી એવી રજુઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં આજે સફાઈ કામગીરી થઈ નથી અને ડ્રેનેજની કુંડીઓ પણ ઉભરાઈ રહી છે. કોર્પોરેશન તંત્ર રોજિંદી કામગીરી કરવાના બદલે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્ર

Vlcsnap 2017 06 23 13H40M20S170

લ ઝોન કચેરી ખાતે ડીએમસી અ‚ણ મહેશ બાબુ અને પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની અધ્યક્ષતામાં આજી નદી શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત વોર્ડ ઓફિસર એસઆઈ અને એસએસઆઈની બેઠક મળી હતી. જેમાં જઈ કોંગી કોર્પોરેટરોએ તમામ અધિકારીઓના બાવડા પકડી મીટીંગ ‚મમાંથી બહાર કાઢયા હતા અને વોર્ડમાં જઈ સફાઈ સહિતની કામગીરી કરવા તાકીદ કરી હતી.

એક તબકકે ડીએમસી અ‚ણ મહેશ બાબુ અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયા વચ્ચે ઉગ્ર જીભાજોડી પણ થઈ ગઈ હતી. કોર્પોરેટર મનસુખ કાલરીયા, વિજય વાંક અને ઘનશ્યામસિંહ જાડેજા સહિતના કોંગી કોર્પોરેટરોએ કોન્ફરન્સ હોલમાં ભારે ધડબડાટી બોલાવતા ડીએમસી બાબુ અવાચક થઈ ગયા હતા. કોંગી કોર્પોરેટરોએ કોન્ફરન્સ ‚મને તાળાબંધી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં વિજિલન્સ પોલીસ દોડી આવતા હોલને તાળુ મારી શકાયું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.