Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા ની બે સાળા માં મોબાઈલમાં જોઈ પરીક્ષા આપતો પરીક્ષાર્થી

સીસીટીવીના આધારે કોંગ્રેસે પેપરમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે

કોંગ્રેસે પરીક્ષા રદ કરવાની માંગણી કરી

આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની 3901 જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ જારી કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો.

સીસીટીવીમાં શું દેખાય છે?

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ વિદ્યાલયમાં 12થી 2 વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક 1:14વાગે કલાસરૂમ છોડીને બહાર જાય છે અને અંદાજે 30 મિનિટ બાદ કલાસરૂમમાં પરત આવે છે અને આવ્યા બાદ ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે.અન્ય એક કિસ્સામાં સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક 1:14 વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાનો મોબાઈલમાં કેદ કરતો દેખાય છે.

કોંગ્રેસની આંદોલનની ચીમકી..

આ સમગ્ર મામલાનો NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લે લેવાયેલી 11 પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસીટીવીની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસે પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં…

1. ગુજરાત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ગેરરીતિના બે સીસીટીવી જાહેર કરાયા છે, જે પરીક્ષા ખંડના છે. જેમાં એક સીસીટીવી સુરેન્દ્રનીગરની એસ, એન. વિદ્યાલયના છે, જેમાં એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ બપોરે 1.14 કલાકે ક્લાસ રૂમની બહાર નીકળે છે અને 1.42 સુધી તે પરત આવતો નથી. સંકુલના બીજા સીસીટીવીમાં આ વિદ્યાર્થી ક્યાંય દેખાતો નથી. પછી ક્લાસમાં આવીને પોતાના ખિસ્સામાંથી ચબરકી કાઢીને પેપર લખે છે.

2. બીજો વીડિયો સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ઈગ્લિંશ સ્કૂલનો છે. જેમાં ત્રીજી હરોળમાં બેસેલ વિદ્યાર્થી મોબાઈલમાંથી જોઈને પેપર લખે છે. કોંગ્રેસે આક્ષેપ ક્રયો કે, પરીક્ષાર્થીઓનો આક્ષેપ કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવની ક્વોલીટી લો કરી નાખવામાં આવી હતી. પરીક્ષા સમયે ઈન્ટરનેટ પણ ચાલુ હતું. વિદ્યાર્થી આન્સર કીનો ફોટો ક્લિક કરતો હતો તે સમયે વિદ્યાર્થી પાસે મોબાઇલ હોવાનું નિરીક્ષક અને અન્ય વિદ્યાર્થીઓના ધ્યાને આવ્યું હતું. એનએસયુઆઇનો આક્ષેપ કે આવી ગેરરીતી અનેક જગ્યાઓએ થઇ છે. સીસીટીવી માંગવા છતાં સ્કુલ સંચાલક સીસીટીવી આપતા નથી.

Whatsapp Image 2019 11 29 At 2.27.18 Pm 117 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા બપોરે 12થી2 વાગ્યા દરમિયાન લેવાઈ હતી. અગાઉ પેપરલિકને કારણે આ પરીક્ષા કેન્સલ થઈ હતી, ત્યારે ગૌણ સેવા મંડળ દ્વારા બીજીવાર ખાસ તકેદારી રાખવામાં આવશે તેવી વાત કરી હતી. 17 નવેમ્બરે લેવાયેલા પરીક્ષામાં પણ પેપરની સીલ તૂટ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે કોંગ્રેસે પરીક્ષામાં કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી છે તેના પુરાવા આપ્યા છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ સીસીટીવી ઉજાગર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણ મોંઘું થયું, ખાનગરીકરણ થયું છે. આવામાં યુવા વર્ગ ભણીને બહાર આવે અને પરીક્ષામાં આવા પ્રકારની ગેરરીતિ સામે આવે છે. પરીક્ષાર્થીઓની નોકરી મેળવવાની અપેક્ષાઓ ઠગારી નીવડી છે. સરકારી નોકરીની ભરતીમાં અનેક કૌભાંડ આવ્યા છે. આંદોલન થયા છતાં સરકાર મિલીભગતના કારણે મળતીયાઓને લાભ અપાવવા માટે પારદર્શક ભરતી કરતી નથી. બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં પેપર લિક થયા છે. એનએસયુઆઈની ટીમે મહામહેનતે સીસીટીવી મેળવ્યા છે. આ બેદરકારી માત્ર સુરેન્દ્રનગરની જ નહિ, પણ અન્ય સેન્ટરોની પણ છે. પરંતુ સરકાર આ કિસ્સાઓની તપાસ કરવા માંગતી નથી. મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં મોટું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં ચાલે છે. સરકાર ભાજપના મળતિયાઓને સરકારી નોકરીમાં ઘૂસાડવા માંગે છે. છેલ્લે થયેલી સરકારી ભરતીની પારદર્શક તપાસ થવી જોઇંએ. છેલ્લે લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતીને ધ્યાને પરીક્ષા રદ કરવી જોઈએ.

કોંગ્રેસે જણાવ્યું કે, આખી ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ. સરકારે તમામ સેન્ટરના સીસીટીવી ઉપલબ્ધ કરવે તો ઘણી ગેરરીતી સામે આવી શકે છે. કોંગ્રેસ ગુજરાતના યુવાનોની સાથે છે. આવનારા દિવસોમાં જિલ્લા મથકે આંદોલન કરવામાં આવશે અને યુવાઓ દ્વારા ગાંધીનગર જઈને મુખ્યમંત્રીનો ઘેરાવ કરવામાં આવશે. નિષ્પક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં ન આવે. સરકાર ઉતાવળે પરીક્ષાનું પરિણામ જાહેર કરવા તૈયારી કરી રહી છે.ત્યારે એનએસયુઆઈ દ્વારા નંબર જાહેર કરી જે પરીક્ષાર્થીઓ પીડિત હોય એમની પાસેથી માહિતી એકત્ર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.