Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસ અગ્રણીઓની માંગ

છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ-ડીઝલમાં સતત વધી રહેલા ભાવવધારા મુદ્દે ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને આ ભાવવધારો પાછો ખેંચવા સહિતની માંગણી કરી હતી તો ભાવનગરનાં ઘોઘા ગેટ ચોક ખાતે આકરો વિરોધ પ્રદર્શન તેમજ ભાજપનાં પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરાયો હતો. પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં તેમજ સેન્ટ્રલ એકસાઈઝ ડયુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી પ્રજા અસહય યાતના ભોગવી રહી છે ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો.

ભાવનગર

Img 20200629 180212

ઘોઘા ગેટ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો હોદેદારો કાર્યકર્તા તમામ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં એકઠા થયા હતા અને ભાજપ સરકાર સામે આકરો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ભાજપના પુતળાનું દહન કરવા જતા પોલીસે તમામની અટકાયત કરી લીધી અને કોઈપણ કાર્યક્રમ કરે તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી અને પોલીસનો ઘોઘા ગેટ ચોકમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જૂનાગઢ

જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, માંગરોળ ધારાસભ્ય બાબુભાઈ વાજા, જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા તથા જિલ્લાના તમામ તાલુકાના કોંગ્રેસ ના પ્રમુખઓ તથા વંથલી, માણાવદર, બાંટવા નાં શહેર કોંગ્રેસ પ્રમુખઓ તથા જિલ્લા ભરમાંથી ચુંટાયેલા કોંગ્રેસ ના સભ્યઓ તથા કોંગ્રેસ ના વિવિધ સંગઠનો ના પ્રમુખઓ તથા જિલ્લા, તાલુકા તથા નગરપાલિકા નાં વોર્ડ સંયોજકો જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા સમિતિ દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાલમાં લોડડાઉન તથા  પછી અનલોક નાં સમયગાળામાં આમ જનતાને ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય સરકાર તરફથી ગરીબ અને મધ્યમવર્ગીય જનતા તથા ખેડુતો માટે કોઈ રાહત આપવામાં આવી નથી ઉપરથી સતત વધતા રાંધણગેસ, પેટ્રોલ, ડીઝલ ના ભાવોમાં છેલ્લા વીશ દિવસમાં લીટરે દશથી બાર રુપિયા નો વધારો કરવામાં આવ્યો હોવાથી તથા અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મા પણ સરકારી ઉંચા ટેક્ષના કારણે મોંધવારીએ માઝા મુકી છે આવી પરિસ્થિતિનો આમ જનતા સામનો કરી શકે તેમ નથી જેથી સરકારી ટેક્ષો હાલ પુરતા નાબુદ કરી મોંધવારી મા કાંઈ રાહત થાય તથા સાગર ખેડુતો ને સરકાર ડીઝલ સબસીડી આપતી હોયતો ખેડુતોને પણ ડીઝલ સબસીડી આપે, ગરીબોને ઓગસ્ટ મહિના સુધી રાંધણગેસના સિલિન્ડર મફત આપવામાં આવે તેવી આવેદનપત્ર માં માંગણી કરી છે.

ધોરાજી

Videocapture 20200627 120328

છેલ્લા ૨૪-દિવસથી પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારાને કારણે સામાન્ય માણસની કમર તુટી રહી છે. આ પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહયાં તેનાં વિરુઘ્ધમાં ધોરાજીનાં સામાજીક આગેવાનો દ્વારા ધોરાજીનાં પેટ્રોલધારકો અને પેટ્રોલપંપના કર્મચારીઓને ગુલાબનું ફુલ આપી અનોખો વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ તમામ સામાજિક આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી હતી. જેમાં દિનેશ વોરા, વિઠ્ઠલભાઈ હીરપરા, હીરેન રાજયગુરૂ, વિક્રમ વઘાસીયા, અરવિંદ કાપડિયા, ગંભીરસિંહ વાળાં જેવાં અન્ય આગેવાનો ખેડુતો દ્વારા અનોખી રીતે વિરોધ કર્યો હતો અને તેમની અટકાયત પોલીસે કરી હતી.

ખંભાળીયા

દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ દ્વારા ખંભાળીયામાં કલેકટરને આવેદનપત્ર પાઠવી વારંવાર વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે તીવ્ર આક્રોશ વ્યકત કર્યો હતો જેમાં ભાજપ તથા મોદી વિરુઘ્ધ સુત્રો પોકારવામાં આવ્યા હતા. બાદમાં કલેકટર કચેરીમાં બેસી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલભાઈ આંબલીયા, કાંતીલાલ નકુમ, હિતેષભાઈ નકુમ, રેખાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને માંગણી કરવામાં આવી હતી કે, આ આવેદનપત્ર માત્ર ફાઈલમાં સાચવવા માટે નથી સરકાર દ્વારા અમારી માંગણીનો જવાબ આપવામાં આવે.

ધ્રોલ

Screenshot 2020 06 29 22 00 34 35

ધ્રોલ તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને તેના ઉપર એકસાઈઝ ડયુટીના વધારા પાછા ખેંચવા સહિતની માંગણી મુદ્દે મામલતદારને આવેદન અપાયું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલના તેમજ સેન્ટ્રલ એકસાઈઝ ડયુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી પ્રજા અસહય પીડા ભોગવી રહી છે ત્યારે મોદી સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં તેમજ એકસાઈઝ ડયુટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે.

જામનગર

Matter 2 2

પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારા સામે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી.ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા સતત ત્રણ અઠવાડિયાથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. આથી તેના વિરોધ માટે જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદન પત્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાડાત્રણ માસમાં પેટ્રોલમાં રૃા. ર૦.૪૮ અને ડીઝલમાં ર૧.પ૦ નો ભાવ વધારો કરી પ્રજાનું શોષણ કર્યું છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો ઘટી રહ્યા છે. આમ મોદી સરકારની નફાખોરી અને પ્રજાને લૂંટવાની વૃત્તિ પૂરવાર થઈ રહી છે. આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ તેવી માંગણી પણ આ પત્રમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અલ્તાફ ખફી, જેનબબેન ખફી, યુસુફ ખફી, નિતાબેન પરમાર, રંજનબેન ગજેરા, દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, આનંદ રાઠોડ વગેરે જોડાયા હતાં.

જામજોધપુર

20200629 123541

જામજોધપુર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.