કૃષિ સુધારા બિલ સામે કોંગ્રેસે ધરણાં કરી નોંધાવ્યો વિરોધ : ૩૫થી વધુની અટકાયત

DCIM100MEDIADJI_0093.JPG

આવનારા દિવસોમાં આ આંદોલન શેરી ગલીઓ સુધી લઇ જવાની ચીમકી

તાજેતરમાં પાસે થયેલા કૃષી વિધેધક બીલનો દેશભરમાં વિરોધ જુવાળ ઉઠ્યો છે. કોંગ્રેસ પાર્ટી તથા અન્ય વિપક્ષો દેશભરમાં આ કાયદા સામે રોષ પ્રગટ કરી રહ્યા છે ત્યારે આજરોજ રાજકોટની ભાગોળે બેડી માકેટીંગ યાર્ડ ખાતે શહેર કોંગ્રેસ ધરણાં કરી, આંદોલન પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

બેડી યાર્ડમાં કોંગ્રેસ ધરણાં પ્રદર્શન શરૂ થતાની સાથે જ ૩૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસના આગેવાનો મહેશ રાજપૂત, અશોક ડાંગર, હિતેશ વોરા, વશરામ સાગઠીયા, કનુ ડોબરીયાની રાહબરી હેઠળ આજરોજ રાજકોટ બેડી યાર્ડ ખાતે ૫૦થી ૬૦ કાર્યકરો વિરોધ નોંધાવવા ધરણા ઉપર બેઠાં હતા. ત્યારે ધરણા પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ ૬ મહિલા સહિત આગેવાનો મળી કુલ ૨૯ લોકોની પોલીસે અટકાયત કરી હતી.

શહેર કોંગ્રેસના કાર્યકરોએ આ આંદોલન વેળાએ જણાવ્યુ હતુ કે દેશમાં સરકારની હિટલર શાહી છે. ખેડૂતોને બરબાદ કરવા સમાન આ કાયદો છે. આગામી દિવસોમાં અને અમારુ કૃષી વિધેયક વિરોધનુ આંદોલન ખેડૂતોના હિત માટે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ સુધી લઇ જશું.

આ વિરોધ પ્રદર્શન અંગે માકેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ હંમેશા નાટક કરતી આવી છે. આ વિરોધ પ્રદર્શન નહિ પરંતુ એક જુઠું નાટક છે. ખોટી પ્રસિધ્ધિ માટે કોંગ્રેસ પાર્ટીનું કામ પણ પહેલેથી વિરોધ કરવાનું જ રહ્યુ છે.કૃષી વિધેપક બીલ ખરેખર ખેડૂતોના હિતમાં છે. હું પણ એક ખેડૂતનો દિકરો છું ત્યારે હું પણ ખેડૂતોના હિતની વાત સમજી શકું છું.

Loading...