Abtak Media Google News

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ નક્કી કરવા માટે સંસદમાં જલ્દીથી જલ્દી બીલ પસાર કરવાની માંગણી કરી છે. વડાપ્રધાનને કાલે લખેલ એક પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તમને ખબર હોય કે રાજ્યસભાએ મહિલાઓને ૩૩ ટકા આરક્ષણનું બીલ ૯ માર્ચ, ૨૦૧૦ એ પસાર કરી દીધું છે. પરંતુ ત્યારબાદ તે લોકસભામાં કોઈને કોઈ કારણોસર પેન્ડીંગ છે.

પત્રમાં ગાંધીએ લખ્યું કે, મારો તમને અનુરોધ છે કે, લોકસભામાં તમારી પાર્ટીને બહુમત પ્રાપ્ત છે અને તમે તેનો ફાયદો ઉઠાવતા બીલને જલ્દીથી પસાર કરવો. તેમણે એ પણ કહ્યું કે, કોંગ્રેસ આ બીલને પસાર કરાવવા માટે પૂર્ણ સહયોગ કરશે. આ બીલ મહિલા સશક્તિકારણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ હશે.

ઉલ્લેખનીય છે કે, સંસદમાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણનું બીલ ૨૦૧૦ માં પાસ કરાવી લીધું હતું પરંતુ લોકસભામાં સમાજવાદી પાર્ટી, બીએસપી અને રાષ્ટ્રીય જનતા દળ જેવી પાર્ટીઓના ભારે વિરોધના કારણે આ બીલ પાસ નથી થઇ શક્યું. તેના કારણે દલિત, પછાત વર્ગની મહિલાઓ માટે અલગથી આરક્ષણની માંગણી થઈ રહી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.