Abtak Media Google News

કન્નડ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રામૈયા કોગ્રેંસના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીની નવી પ્રમુખ

કોંગ્રેસે ડિજિટલાઇઝેશનનું સુકાન અભિનેત્રી રામ્યાના હાથમાં સોંપ્યું છે. તેમજ નકકી કર્યુ છે કે આ અભિનેત્રી પોલીટીશયન રામ્યા કોંગ્રેસના ડીજીટલ કોમ્યુનીકેશનની નવી હેડ હશે અને તેને સોશ્યલ મીડીયા તેમજ આઇટીના નવા પ્રભારી તરીકે રાખવામાં આવશે. કન્નડ ફિલ્મોની ૩૪ વર્ષીય પ્રખ્યાત અભિનેત્રી કોગ્રેંસમાં વર્ષ ૨૦૧૨માં સામેલ થઇ હતી અને મંડયા સંસદીય ક્ષેત્રની સાંસદ રહી છે.

રામ્યાની પાર્ટીમાં નવી ભૂમિકાની હજુ સુધી ઓફીસીઅલ જાહેરાત થઇનથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ તેણીની ભુમિકાની વાત કરીછે.

કન્નડ અભિનેત્રી રામ્યાની વાત કરીએ તો ટવીટર પર તેના ૪,૮૩,૦૦૦ ફોલોઅર્સ છે. આપી કોંગ્રેસ સોશ્યલ મીડીયાની વ્યહરચના માટે રામ્યાને સુકાન સોંપવા ઇચ્છે છે. ખરેખર જોઇએ તો કોંગ્રેસ સોશ્યલ મીડીયા ઉપર પોતાની ખાસી એવી પહોંચ બનાવી શકયું નથી. વર્ષ ૨૦૧૫માં ટ્રવીટર પર જોડાવા રાહુલગાંધી પોતે ધીમા હતા જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૬ વર્ષ પહેલા આ મંચને અપનાવી લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.