Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું છે. કુંવરજીએ વિધાનસભા અધ્યક્ષના ઘરે જઈને રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ કુંવરજી બાવળીયા તેમના સાથીદાર અને મંત્રી પરસોતમ સોલંકીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં ભાજપના અને કોંગ્રેસના તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા.

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાહસ્તે ધારણ કરશે ભાજપનો કેસરીયો

કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના સભ્યપદના બદલે ધારાસભ્ય પદેથી સીધું જ રાજીનામું આપી દેતા તેમને રાજ્ય મંત્રી મંડળમાં સમાવવાની કોઈ શક્યતા રહેતી નથી. પરંતુ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા સિનિયર આગેવાન કુંવરજી ભાઈને ભાજપ લોકસભા ચૂંટણી લડાવે અથવા તો બોર્ડ નિગમમાં ચેરમેન પદની ભેટ આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.