કોંગ્રેસની નેતાગીરી હતાશ અને નિરાશ, રાહુલ ગાંધી પણ હિંમત હારી ચૂક્યા છે: વિજયભાઇ રૂપાણી

103

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ બેઠકો પર જનતાના આશિર્વાદથી ભાજપની જીત નિશ્ચિત છે: વિજયભાઇ રૂપાણી

આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી-૨૦૧૯ અંતર્ગત ખેરાલુ ખાતે ભાજપાના ઉમેદવાર અજમલજી ઠાકોરના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભરતસિંહ ડાભી,  શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, મહેસાણા જિલ્લાના ભાજપાના હોદેદારો, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી ૨૧ ઑક્ટોબરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ બેઠકો પર જનતાના આશીર્વાદથી ભાજપાની જીત નિશ્ચિત છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. શક્તિશાળી ભારતના નિર્માણ માટે દેશમાંથી ભ્રષ્ટાચાર, બેકારી અને ગરીબી નાબૂદ કરી ભારતના માનબિંદુઓને પુન: સ્થાપિત કરવના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત પરિશ્રમ કરી રહ્યા છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદીને પૂન: એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતાએ ખોબે-ખોબે મત આપી ભાજપાને દેશભરમાં ઐતિહાસિક વિજય અપાવ્યો અને ગુજરાતમાં પણ તમામ ૨૬ બેઠકો પર જનતાજનાર્દનના આશીર્વાદથી કમળ ખીલ્યું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાના તુરંત જ ત્રિપલ તલાક વિરુધ્ધ કડક કાયદો અને કોંગ્રેસના જવાહરલાલ નહેરુ દ્વારા ભૂતકાળમાં કરાયેલી ભયંકર ભૂલો કલમ ૩૭૦ અને ૩૫એ હટાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી. કોંગ્રેસના જવાહરલાલ નહેરુની ખોટી રાજનીતિઓને કારણે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દેશ સંપૂર્ણપણે એક નહતો બની શક્યો. કાશ્મીરમાં ૪૫૦૦૦ જેટલા નિર્દોષ નાગરિકોના મૃત્યુ માટે કોંગ્રેસ જવાબદાર છે ત્યારે કલમ ૩૭૦ અને ૩૫એ નાબૂદ કરવાના નિર્ણય સાથે જ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રસ્થાપિત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ એમ બે ગુજરાતીઓના નેતૃત્વમાં આ ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા તે ગુજરાત માટે ખૂબ જ ગૌરવપુર્ણ બાબત છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી જ રહી છે. ગુજરાતના મોટા વિસ્તારમાં વર્ષોથી પાણીની અછત હોવા છતાં કોંગ્રેસ દ્વારા ઇરાદાપૂર્વક નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવી રાખવામાં આવી હતી. કોંગ્રેસની સરકાર દ્વારા સાત વર્ષ સુધી ડેમના દરવાજા લગાવવા માટે પરવાનગી આપવામાં ન આવી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી બન્યા માત્ર સત્તર દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજુરી આપીને માં નર્મદાના નીરને ગુજરાતના ગામેગામ સુધી પહોંચાડ્યા.

Loading...