Abtak Media Google News

કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ફેસ સેવીંગ માટે અને ગુજરાતને બદનામ કરવા માટે દિલ્હી જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અફવા, અપપ્રચાર, અશાંતિ અને અરાજકતા ફેલાવનારી પાર્ટી એટલે કોંગ્રેસ. કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાના પ્રયાસ કર્યો હતો. હવે બીજા રાજ્યોમાં ચુંટણીઓ છે. કોંગ્રેસે પ્રાંતવાદ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.

પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ હિંસા ફેલાય તેવા ભાષણો કર્યાં, કોંગ્રેસના લોકોએ સોશીયલ મિડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી, હિંસાની ઘટનાઓમાં કોંગ્રેસના લોકો જ પકડાયાં એટલે કોંગ્રેસ ગુજરાતમાં વેરઝેર અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રોમાં ખુલ્લી પડી ગઈ છે.

જનતામાં કોંગ્રેસ પ્રત્યે ધિક્કારની લાગણી ઊભી થઈ છે. ત્યારે કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ફેસ સેવીંગ  માટે અને ગુજરાતને બદનામ કરવા માટે દિલ્હી જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે. દેશની જનતાએ કોંગ્રેસને કેન્દ્ર સરકાર અને ૧૬-૧૭ રાજ્યો માંથી હટાવી દીધી છે એટલે કોંગ્રેસને ભાજપનું નેતૃત્વ આંખના કણાંની જેમ ખૂંચે છે અને વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરીને બદનામ કરે છે.

પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની રાષ્ટ્રપતિ શાસન નાંખનારી વાત એ ચોર કોટવાલને દંડે તેવી છે.  વારંવાર બિન કોંગ્રેસી સરકારો પર રાષ્ટ્રપતિ શાસન નાંખનારી કોંગ્રસે લોકશાહી વિરૂદ્ધ વિકૃત માનસિકતા પ્રદર્શિત કરી છે. બીજીબાજૂ સત્તાવગર તડફડતી કોંગ્રેસ સમાંતર સરકારની હાસ્યાસ્પદ વાત કરી રહી છે.

પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જૂબંધીની પરાકાષ્ઠા છે અને કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર મતભેદો હોવાથી કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષનેતા અને કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો મિડીયામાં વધુ દેખાવાની સ્પર્ધા ભાજપના નેતૃત્વ સામે જોરશોરી ગાળાગાળી અને જૂઠ્ઠા આક્ષેપો લગાવી રહી છે

.જયારે કોંગ્રેસ આ જ્ઞાતિવાદ, કોમવાદ અને હવે પ્રાંતવાદના ષડયંત્રો ખુલ્લા પડી ગયાં છે. ત્યારે આખી કોંગ્રેસ પાર્ટીને વિખેરી નાંખવી જોઈએ તેવી વાત મહાત્મા ગાંધીજીએ કરી હતી. તે સંપૂર્ણ સાચી પૂરવાર થઈ છે.કારણ કે, હવે ગુજરાતની જનતામાં વેરઝેર, અશાંતિ અને જ્ઞાતિવાદ, કોમવાદ અને પ્રાંતવાદના કોંગ્રેસના કારનામાઓ પછી ગુજરાતની જનતા માની રહી છે કે કોંગ્રેસ હવે વિપક્ષને પણ લાયક નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.