Abtak Media Google News

ગુજરાતમાં ૨૫ ટકા કોંગ્રેસ તુટી: શકિતસિંહે માત્ર અહેમદ પટેલને વ્હાલા થવા શંકરસિંહ વાઘેલા જેવા મજબુત નેતાને દવલા કર્યા તે આગામી સમયમાં કોંગ્રેસને ભારે પડશે

ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું કે,કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ, વેરઝેરની રાજનીતિ અને તીવ્ર જૂબંધીને કારણે જે ધારાસભ્યો કોંગ્રેસ મુક્ત બન્યાં છે. શક્તિસિંહે તેમના પર પૈસાની લાલચના આક્ષેપ કરીને જે તે સમાજના આગેવાનો અને ચુંટાયેલ પ્રતિનિધીનું અપમાન કર્યું છે.આ કોંગ્રેસ મુક્ત ધારાસભ્યો પાટીદાર સમાજ,ક્ષત્રિય  સમાજ,કોળી સમાજ,ચૌધરી સમાજ અને આદિવાસી સમાજ માંી સન્માનીય સામાજીક અને રાજકીય આગેવાનો સમાજ અને વર્ગ માંી આવે  છે. આમ, દરેક સમાજ માંી આવેલા  તમામ ધારાસભ્યોનાં તેઓએ કેટલાય મહિનાઓી સાર્વજનિક રીતે કોંગ્રેસના નેતૃત્વ અને  નીતીરીતિ સામે સવાલો ઉઠાવ્યાં હતાં. તેના જવાબ આપીને સમાધાન કરવાને બદલે તેમની સો સતત અવગણના, અપમાન કરવામાં આવતું હતું. કોંગ્રેસ પોતાના નેતૃત્વની નિષ્ફળતા છૂપાવવા આવા  સામાજીક અને રાજકીય આગેવાનો પર આક્ષેપ કરે છે. તે નિંદનીય છે.

પંડયાએ વધુમાં જણાવ્યું કે,  શક્તિસિંહે માત્ર અહેમદ પટેલને વ્હાલા વાં શંકરસિંહજી વાઘેલા જેવા મજબુત પબ્લીક લીડરને દવલા કર્યાં છે. તે  આગામી સમયમાં આખી  કોંગ્રેસને ભારે પડશે. આ રાજ્યસભાની ચૂંટણીમાં ૨૪ વર્ષ સુધી રાજ્યસભામાં રહેલ અને  સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર કે જેમનું ૧૭ મતી જીતવાનું ગણિત હતું તે માત્ર અડધાં જ મતનું ઈ ગયું. અહેમદ પટેલને કારણે કોંગ્રેસે ૧૪ ધારાસભ્ય ગુમાવ્યાં છે અને ગુજરાતમાં ૨૫ ટકા કોંગ્રેસ તુટી છે.કોંગ્રેસ નવસર્જનની વાત કરતી હતી તેના બદલે કોંગ્રેસનું વિસર્જન ધમાકેદાર શરૂ ઈ ગયું છે. જેમ દેશની જનતાને બદલે કોંગ્રેસ માત્ર ગાંઘી પરિવારને એજન્ડા ગણીને કામ કરી રહી છે. એટલે સમગ્ર દેશમાં કોંગ્રેસ નેસ્તનાબૂદ તી જાય છે.તેવી રીતે ગુજરાત કોંગ્રેસ માત્ર શ્રી અહેમદ પટેલને બચાવવાના એજન્ડા લઈને ચાલે છે. એટલે આગામી સમયમાં ગુજરાતમાં પણ કોંગ્રેસ નેસ્તનાબૂદ શે.

શક્તિસિંહે અધિકૃત એજન્ટની જવાબદારી નિભાવવાને બદલે ઉશ્કેરાટવાળી અને નિયમ વિરૂદ્ધની જવાબદારી નિભાવી તે વિડીયો પરી જ દેખાય છે. તેમણે ભોળાભાઈ અને રાઘવજીભાઈને ઉશ્કેરવાનું, ધમકાવવાનું  અને ડરાવવાનું કામ કર્યું છે. ભોળાભાઈએ તેમને બેલેટ પેપર બતાવ્યું ત્યારે તેમને જોવાનો અધિકાર છે. તેને બદલે તેમને ડરાવીને, ધમકાવીને વાણીવિલાસ કરવા માંડ્યા, રાઘવજીભાઈ પટેલે બેલેટ પેપર બતાવ્યું ત્યારે ઊભા ઈને રાઘવજીભાઈનો હા પકડીને બેલેટ પેપર ઝૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે રાઘવજીભાઈને હા તેમનાી જોરી છોડાવવો પડ્યો તે જોઈ શકાય છે. શ્રી શક્તિસિંહને માત્ર બેલેટપેપર જોવાનો જ અધિકાર હોય છે. તેમને મતદારની સો ઉશ્કેરવાનો કે વાણીવિલાસ કરવાનો, તે સમયે ઊભા વાનો કે  હા  પકડવાનો કે બેલેટ પેપર ઝૂંટવવાનો કોઈ  જઅધિકાર ની. આ સંપૂર્ણ નિયમ વિરૂદ્ધ છે. આના ઉપરી પ્લાનીંગ મુજબ ષડયંત્રની જ ગંધ આવે છે.  આ તો,ચોર કોટવાલને દંડે તેવો ઘાટ  કોંગ્રેસ તરફી કરવામાં આવ્યો.

પંડયાએ અંતમાં જણાવ્યું કે, શક્તિસિંહ કઈ  વિચારધારાની લડાઈની વાત  કરે છે ?. પ્રજાની ચિંતા નહીં અને માત્ર એક વ્યક્તિની ચિંતા કરવાની વિચારધારાની વાત કરે છે ?. અતિવૃષ્ટિના સમયમાં જનતાની વચ્ચે ધારાસભ્યોને સેવામાં મોકલવાને બદલે ફાઈવ સ્ટાર હોટલમાં બંધક બનાવવા તે વિચારધારાની વાત કરે છે ?. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાને સતત નડવાનું પાપ કરનાર કોંગ્રેસની વિચારધારાની વાત કરે છે ?. ૫૫ વર્ષ સુધી કેન્દ્રમાં શાસન કરીને શહીદોનું ગાન, દેશનું માન-સન્માન,ગૌરવ અને  દેશભક્તિનો મંત્ર એવા વંદેમાતરમ્, ને સંસદમાં કોંગ્રેસે ગાવા દીધું ન હતું તે  વિચારધારાની વાત કરે છે. અફઝલ, ઈશરત જેવા આતંકવાદીઓને ખુલ્લેઆમ સર્મન આપનાર કોંગ્રેસની વિચારધારાની વાત કરે છે ?. વિકાસની રાજનીતિ નહીં પરંતુ દેશની સંસ્કૃતિ માટે વિધ્વંસ વિચારધારાની વાત  કરે છે ?. કોંગ્રેસને દેશની કોઈ વિચારધારા સો સંબંધ જ ની. તેમને માત્ર ગાંધી પરિવાર સો સંબંધ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.