કોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ

કોંગ્રેસમાં ચાલતા અસંતોષને ઠારવા લેવાયો નિર્ણય: કોંગ્રેસની કાર્યકારી સમિતિમાં રાજીવ શુકલા અને પ્રમોદ તિવારીને કરાયા સામેલ

કોંગ્રેસનું સુકાન ગાંધી પરિવારમાં રહેતું હોવાથી કોગ્રેસનું ધોવાણ થયાના કોગ્રેસના ૨૩ વરિષ્ટ નેતાઓ દ્વારા લખાયેલા પત્રના આક્ષેપ અંગે કોગ્રેસની મળેલી બેઠકમાં ફરી સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસમાં ચાલતા અસંતોષને ઠારવા માટે કોંગ્રેસના મહાસચિવ ગુલામનબી આઝાદને હટાવ્યા છે અને છ સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે તેમા રાજીવ શુકલા અને પ્રમોદ તિવારીનો સમાવેશ કરાયો છે. કમિટી મેમ્બર કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષના માર્ગ દર્શકનું કામ કરનાર છે.

કોંગ્રેસે શુક્રવારે જાહેરાત કરી વધુ એક સંગઠનમાં ફેરફાર કરી ગુલામ નબી આઝાદ અને મલ્લિકા અર્જુન ખડકેને મહાસચિવ પદેથી હટાવી પક્ષના પ્રવકતા રણદીપસિંગ સુરજેવાલાને બઢતી આપી કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાના સહયોગી માર્ગદર્શક તરીકે પક્ષની બાબતો પર નજર રાખવા અને વિવિધ બાબતોના સંચાલન માટે છ સભ્યોની ખાસ સમિતિની રચના કરી હતી.

આ ખાસ સમિતિમાં નિમાયેલ સભ્યોલમાં એક એન્ટોની અહેમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વૈસનિક અને રણદીપસિંગ સુરજેવાલાનો સમાવેશ થાય છે. સુરજેવાલાને કર્ણાટક બાબતોની કોંગ્રેસની દેખરેખ માટે મહાસચિવનો હવાલો આપવામાં આવ્યો છે. મુકુલ વેસનીકે તાજેતરમાં જ પક્ષનાં જ સુધારા માટે એક પત્ર પાઠવ્યો હતો. તેમને આ નવી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય નેતાઓ કે જેમને મહાસચિવના પદ પરથી હટાવવામાં આવ્યા છે તેમાં મોતીલાલ વોરા, અંબિકા સોની અને લ્યુઝી જાહોડ પેલેરિયાનો સમાવેશ થાય છે.

પક્ષે કોંગ્રેસ કાર્યકારીણી સમિતિની પુન:રચના કરી અને કેન્દ્રિય ચુંટણી સંસ્થાનની રચના કરી છે. પી.ચિદમ્બરમ, જીતેન્દ્રસિંઘ અને રણદીપ સુરજેવાલા નિયમિત કાર્યકરી સમિતિના સભ્યોને સોનિયા ગાંધીએ ખાસ કિસ્સામાં બદલાવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. રાજીવ શુકલ અને પ્રમોદ તિવારીને કાર્યકરણી સમિતિમાં સામેલ રખાયા છે અને આશ્ર્ચર્યજનક રીતે મહાસચિવ બનાવાયેલા તારીકુ અજીજને આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની કાર્યવાહક સમિતિની પુન:રચનામાં ૨૨ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૨૬ કાયમી સભ્યો અને ૧૦ને ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા છે. કેન્દ્રિય ચુંટણીપંચનું હવે મધુસુદન મિસ્ત્રી કે જે જેની જગ્યાએ લેવામાં આવ્યા છે તે દેખરેખ રાખશે. આ સાથે અરવિંદ દરસીંગ લવલી કે જે ગુલામ નબી આઝાદની જગ્યાએ વરિષ્ઠ નેતા તરીકે ૨૩ નેતાઓ કે જેમણે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પાઠવી સંગઠનમાં ઘરમુળ ફેરફાર કરવાની માંગણી કરી હતી અને કોંગ્રેસની કાર્યકારણી સમિતિના કાયમી પ્રમુખ અને ચુંટણીની માંગ કરી હતી. ૨૩ નેતાઓના જુથમાંથી ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માને કાર્યવાહક સમિતિના કાયમી સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે જયારે જીતીનપ્રસાદને અગાઉ ખાસ આમંત્રિત તરીકે કાર્યવાહી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસાદાને પક્ષની બાબતોના દેખરેખની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

Loading...