Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની અબતક સાથે ખાસ મુલાકાત

ગુજરાતની ૧૪મી વિધાનસભાની વિધીસર રચના થઇ ચૂકી છે. ગઇકાલે ગાંધીનગર સ્થિત સચિવાલયના આંગણે શપથ વિધી યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન એ ‘અબતક’ને જણાવ્યું હતું કે ભાજપ પક્ષે પહેલાથી જ કોંગ્રેસ મુકત ભારતની વાત કરી હતી. અને એજ દિશામાં તે આગળ વધી રહી છે. નોર્થ-ઇસ્ટમાં પણ ભાજપનો વિજય થયો છે, એટલે કહી જ શકાઇ તે ભાજપ જીતવાની જ છે અને કોંગ્રેસ મુકત ભારતની રચના પણ થવાની છે. થોડા લોકો, અન્ય લોકોને ભ્રામક વાતો કરતા હતા. કે અમે જીતશુ અને ભાજપ હારશે, પરંતુ ભ્રામક વાતો માત્ર વાતો જ રહી. નરેન્દ્રભાઇ મોદીનાં નામ ઉપર લોકોએ મહોર પહેલાથી જ મારેલી હતી. જેથી હું વિજયભાઇ રૂપાણી, અમિતભાઇ શાહ અને ગુજરાતની જનતાને શુભકામનાઓ પણ પાઠવું છે.

વિજયભાઇ આગામી  પ વર્ષ લોકોની વચ્ચે રહી કામ કરશે: રૈયાણી

Arwind Raiyani

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે વાત કરતા આનંદ થાય છે કે વિજયભાઇ રૂપાણી ર વખત શપથ લઇ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્યારે સ્વભાવિક રીતે રાજકોટની અંદર હર્ષ અને આનંદની લાગણી છવાઇ ગઇ છે. સાથે સાથે દોઢ વર્ષ માટે વિજયભાઇએ ગુજરાતનું આસન અને અનેક એવા નિર્ણયો લીધા, જે ગુજરાતની જનતાને કામમાં આવ્યા ત્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ તક આપી છે અને વિજયભાઇ રૂપાણી આજે શપથ ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે આવનારા પ વર્ષ લોકોની વચ્ચે રહી ભાજપ કામ કરશે. જે કાંઇ લોકોના પ્રશ્ન છે તેને ભારતીય જનતા પાર્ટી અને રાજય સરકાર દ્વારા પ્રશ્નોને હલ કરશું.

જનતાની સેવા કરવા ભાજપ કટીબઘ્ધ: ભંડેરી

Vlcsnap 2017 12 27 09H13M02S133ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને મંત્રી મંડળના સભ્યો એ જયારે શપથ લીધા છે. ત્યારે સૌનો સાથ સવનો વિકાસ સાથે, ગુજરાતની જનતાની સેવા કરવા ભાજપ કટીબઘ્ધ છે. ગુજરાતની જનતાએ ભાજપને ૬ઠ્ઠી ટર્મ આપી છે. જેમાં મુખ્યક્ષેય નરેન્દ્રભાઇ મોદી, અને રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહની જીત છે. સાથો સાથ ગુજરાતમાં ભાજપનો જે વિજય થયો છે તેનો મુખ્ય શ્રેય વિજયભાઇ અને નીતીનભાઇની જીત છે. વિકાસનાં આધાર ઉપર લોકોએ ભાજપને મત આપ્યા છે. જેનો લોકોમાં ઉત્સાહ છે. ફરીથી ભાજપની ૬ઠ્ઠી વાર સરકાર બની રહી છે. એની માટે ગુજરાતની જનતાનો આભાર માનું છું.

ભાજપ સરકાર ગુજરાતની તમામ આકાંક્ષાઓ પૂરી કરશે: રાજુભાઇ ધુ્રવ

Vlcsnap 2017 12 27 09H13M22S84રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક મેદાન છે, જે વિધાનસભાની નજીક આવેલું છે. અગાઉ ૯૫માં પણ અહિંજ શપથ વિધી થયેલી હતી. જેમાં વાજપાઇજી અને અડવાણીનું પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી માટે આ એક ઐતિહાસિક મેદાને છે. વિજયભાઇ રુપાણી બીજી વખત મુખ્યમંત્રી બની ગયા છે. વિધાનસભાની નજીક રહી તેઓ સાંસદીય પરંપરાને જાળવી રાખી છે. અને વધુ સાર્થક રીતે નિભાવી છે. ગુજરાતની જનતાએ જે દાખવ્યો છે. જે રીતે વિજયભાઇની અઘ્યક્ષતામાં ટીમની રચના થઇ છે, તેને જોઇ ખુબ જ ઉત્સાહમાં વધારો થયો છે, અને હર્ષ અને આનંદની લાગણી છવાઇ ગઇ છે. અને મને વિશ્ર્વાસ છે કે ભાજપની સરકાર ગુજરાતની તમામ આકાંક્ષાઓને પુરી કરશે. વિકાસનાં નવા પરિણોનો અને આયામાં સર્જાશે તેવો પણ અટૂટ વિશ્ર્વાસ છે.

ગુજરાત રાજય વિકાસમાં ગતિ પકડશે: માંધાતાસિંહ

Vlcsnap 2017 12 27 09H10M03S139માંધાતાસિંહએ જણાવ્યું હતું કે આ એક અદભૂત પ્રસંગે છે એક ધન્યતા અને અતિ આનંદ અનુભવતાનો પ્રસંગ છે. કે રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી ફરીથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા છે અને લોક કલ્યાણના હિતની અંદર સંવેદનશીલ અને પારદર્શક સરકારની પુન બચના થઇ છે ત્યારે એક વિકાસને મઘ્યની અંદર રાખી વિકાસને આગળ જેટ ગતિએ ધપાવી રાજકોટ અને ગુજરાત રાજય વિકાસમાં ગતિ પકડશે તે એક નિવિવાદ બનબત છે.

વિજયભાઇની બીજી ઇનીંગ ગુજરાતના વિકાસને આગળ વધારશે: જયોતિન્દ્ર મહેતા

Vlcsnap 2017 12 27 09H14M27S223જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટ માટે બધી જ રીતે આનંદનો વિષય છે. અને વિજયભાઇ ‚પાણીએ છેલ્લા ૧૧ મહિનામાં જે કામગીરી કરી છે ફટાફટ નિર્ણયો લીધા છે. એ રીતે આ બીજી ઇનીંગ વિજયભાઇ ‚પાણી માટે શરુ થઇ છે. જે એટલીસ જ મજબુત થવાની છે. કારણ કે વિજયભાઇ રુપાણી પાસે એક દ્રષ્ટિ છે એક વીઝન અને એક મીશન સાથે કામ કરે છે. એક કમીટમેન્ટ સાથે કાર્ય કરે છે. એટલે અમોને આનંદ છે અને વિજયભાઇની આ બીજી ઇનીંગ ભાજપને અને ગુજરાતનાં વિકાસને ખૂબ જ આગળ વધારશુ તેવો વિશ્ર્વાસ છે.

વિજય ભવ:ની લાગણી પરિપૂર્ણ: મીલન કોઠારી

Vlcsnap 2017 12 27 09H14M45S144મીલન કોઠારીએ જણાવ્યું હતું કે રાજકોટનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં મુખ્યમંત્ર વિજયભાઇ રૂપાણીએ જયારે ગુજરાતની કમાન સંભાળી તે ક્ષણ રાજકોટ માટે ઐતિહાસિક વાત છે. હરખની હેલી પણ એટલી જ છે રાજકોટ ખરેખર વિજય ભવ:ની લાગણીથી પરીપૂર્ણ થઇ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.