Abtak Media Google News

માત્ર ચાર કોંગી કોર્પોરેટરો જ ઉપવાસ આંદોલનમાં બેસવાના હોવા છતાં પોલીસે મંજૂરી ન આપી ઘર્ષણના એંધાણ, મંજૂરી વિના ઉપવાસ આંદોલન પર બેસશે તો પોલીસ પણ ધરપકડ કરશે

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ગત તા.૨૭મીથી શહેરમાં કોરોનો પ્રોઝિટિવના નામ અને ત્યારબાદ સરનામા જાહેર કરવાનું બંધ કર્યું છે. જેની સામે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કોરોનાના દર્દીના નામ અને સરનામા જાહેર ન કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક સપ્તાહનો ઉપવાસ આંદોલન માટે મંજૂરી માંગવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા ઉપવાસ આંદોલનની મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં કાલથી કોંગ્રેસ ઉપવાસ આંદોલન શરૂ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા ગત ૧લી ઓગષ્ટના રોજ પોલીસ કમિશનર પાસે એવી મંજૂરી માંગવામાં આવી હતી કે, કોરોનાના દર્દીના નામ અને સરનામા મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવતા નથી. જેના વિરોધમાં કોંગ્રેસના ચાર કોર્પોરેટરો કોર્પોરેશનને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ૪ થી ૧૦ ઓગષ્ટ દરમિયાન ઉપવાસ આંદોલન પર બેસવા માંગે છે જેની પરવાનગી આપવામાં આવે. દરમિયાન આજથી ઉપવાસ આંદોલન શરૂ થવાની તારીખ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં ન આવતા આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વિપક્ષી ઉપ નેતા મનસુખભાઈ કાલરીયા અને દંડક અતુલભાઈ રાજાણી સવારે પોલીસ કમિશનરને મળ્યા હતા. પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, ઉપવાસ આંદોલન માટે ભલે ચાર વ્યક્તિઓ જ બેસશે તેવી મંજૂરી માંગવામાં આવી હોય પરંતુ આ કાર્યક્રમમાં વધુ વ્યક્તિઓ ભેગા થવાની સંભાવના છે. હાલ કોરોના કાળમાં વધુ વ્યક્તિઓ એકત્રીત થાય તેવા કોઈપણ કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવતી નથી જેથી અમારી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી નથી. દરમિયાન મહાપાલિકા દ્વારા પણ વિરોધ પક્ષના નેતાને એવો જવાબ આપવામાં આવ્યો કે, કોરોના દર્દીના નામ જાહેર કરવાથી નાગરિકના ગોપનીયતાના મુળભૂત અધિકાર પર તરાપ લાગે છે. આવા કિસ્સામાં ભવિષ્યમાં કાયદાકીય પ્રશ્ર્નો પણ ઉપસ્થિત થાય તેવી સંભાવના છે. માટે દર્દીના નામ જાહેર નહીં કરાય.

Img 20200804 Wa0016

પોલીસ કમિશનર દ્વારા ઉપવાસ આંદોલન માટે મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે બપોરે એવી ઘોષણા કરી છે કે કોરોનાના દર્દીના નામ-સરનામા જાહેર ન કરવાના કોર્પોરેશનના નિર્ણયના વિરોધમાં કાલથી કોંગ્રેસ ઉપવાસ આંદોલન શરૂ કરશે. જો કે આ અંગે ઘર્ષણ થવાની શકયતા પણ નકારી શકાતી નથી. મંજૂરી વિના કોંગ્રેસના કોર્પોરેટરો ઉપવાસ આંદોલન પર બેસશે તો પોલીસ પણ ધરપકડ અને અટકાયતનો દોર શરૂ કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.